
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી પ્રાથમિક શાળાનું ગૌરવ, મેઘરજ તાલુકામાં PSE પરીક્ષામાં મેરીટમાં પ્રથમ ક્રમે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી PSE (શિષ્યવૃતિ)પરીક્ષામાં મેરિટ ના આધારે પસંદગી થતી હોય છે જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની ઇસરી પ્રાથમિક શાળાના વિધાર્થી મેઘરજ તાલુકામાં પ્રથમ ક્રમે મેરિટ લિસ્ટમાં આવી શાળાનું ગૌરવ વધારે છે.આ વર્ષે મેરિટ લિસ્ટમાં આવેલ શાળાની વિધાર્થીની પરમાર સુહાની પ્રવીણભાઈ ને શાળાના આચાર્ય, સી આર સી, તેમજ SMC અને શિક્ષક મિત્રોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.



