
કેશોદ શહેર તાલુકામાં ભારે પવન ફુંકાવા ની સાથે અચાનક હવામાનમાં પલટો આવી જતાં વરસાદ શરૂ થયો હતો. ધખધખતી ગરમી અને બફારા ઉકળાટ વચ્ચે મેઘ સવારી આવી પહોંચતા શહેરીજનો એ ખુશી વ્યક્ત કરી હતી. પ્રથમ વરસાદ પડતાં બાળકો અને યુવાનો એ ન્હાવાનો આનંદ લીધો હતો. કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. અડધા કલાકમાં એક ઈચ જેટલો વરસાદ પડ્યો હતો અને વાદળછાયું વાતાવરણ હોય હજુ વરસાદ પડવાની સંભાવના છે. હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાની ની માહિતી મળી નથી.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




