અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાની હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફોજીકી તારા બાપની સ્કૂલ છે કહી અપમાનિત કરતા વિદ્યાર્થીએ પણ લાફો જીક્યો.
અરવલ્લી જિલ્લામાં સરફીરા શિક્ષકોએ જાણે હદ વટાવી હોય એવી એક પછી એક ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે.એટલે જ શિક્ષણ વિભાગ સામે ગંભીર સવાલો ઉઠતા જાય છે.ગત શનિવારે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક હાઇસ્કુલમાં ધો-11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સમયસર સ્કુલમાં ન પહોંચતા શિક્ષકે તારા બાપની સ્કુલ છે તેમ કહી વિદ્યાર્થીને લાફો ઝીંકી દીધો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.તારા બાપની સ્કુલ હોવાનું કહી અપમાનિત કરતા લાગી આવતા વિદ્યાર્થીએ આવેશમાં આવી શિક્ષક ને લાફો ઝીંકી દીધો હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી.
મોડાસા તાલુકાની હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફોજીકી તારા બાપની સ્કૂલ છે કહી અપમાનિત કરતા વિદ્યાર્થીએ પણ લાફો જીક્યો.