BANASKANTHAGUJARATPALANPUR

ડીસા બાયપાસ માર્ગના નવીનીકરણથી ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત

1 ડીસેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

રાણપુર-વાસણા થી કાંટ-અજાપુરા માર્ગનું નવીનીકરણ: મુસાફરોને મળશે સુગમ પરિવહનની સુવિધા.સરકારશ્રી દ્વારા ગામ થી ગામને જોડતા માર્ગોની વ્યવસ્થા વધુ મજબૂત કરવા તથા પરિવહન સુવિધાઓને વધુ સુગમ બનાવવા માટે રાજ્યભરમાં માર્ગ નિર્માણના કામોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, તે અંતર્ગત ડીસા શહેરને બાયપાસ માર્ગથી જોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. સરકારશ્રી દ્વારા ડીસાના રાણપુર- વાસણા રોડથી કાંટ તથા અજાપુરા સહિતના ગામને જોડતો નવો પાકો બાયપાસ ડામર રોડ મંજુર કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, ડીસા દ્વારા આ માર્ગનું મેટલ કામ પૂર્ણ કર્યા બાદ હાલમાં ડામર કામ તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવ્યું છે. આ માર્ગ બનવાથી મુસાફરોની દૈનિક અવરજવર વધુ આરામદાયક બનશે તથા વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસમાં પણ વધારો થશે. સદર રોડ થકી ડીસા શહેરની ટ્રાફિક સમસ્યા ઘટી રહેશે અને વાહનવ્યવહાર વધુ સરળ બનશે. સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહેલ રોડની ગુણવત્તાસભર અને ઝડપી કામગીરીને સ્થાનિક લોકો વધાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!