
સમીર પટેલ, ભરૂચ
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ ડી. સોલંકીએ બોર્ડની પરીક્ષાઓ આપનાર નિરાંતનગર સોસાયટીના રહીશોના ધોરણ ૧૦ અને ૧૨ ના સી.બી.એસ સી.બોર્ડ અને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને શિવશક્તિ મંદિર,સાંઈ મંદિરે દર્શન કરી ખૂબ સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થાય અને નિરાંતનગર સોસાયટી, અંકલેશ્વર શહેરમાં નામના પ્રાપ્ત કરે બોર્ડની પરીક્ષા ગભરાયા વિના પૂર્ણ કરે એવી શુભકામનાઓ પાઠવી તેમજ મિઠાઈ ખવડાવીને બુકે, પેડ અને પેન આપી પ્રોત્સાહિત કર્યા હતા.



