GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari;ચીખલી માર્ગ અને મકાન વિભાગ હેઠળના માર્ગો તથા મકાનોમાં મરામત કામગીરી પ્રગતિ હેઠળ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, તા.૧૪: ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસું પૂર્ણ થતાની સાથે જ માર્ગ મરામત અને સમારકામની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. તેની અનુસંધાને નવસારી જિલ્લાના ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ રસ્તા અને મકાનોમાં હાલ મરામત તથા સુધારણા કામ પ્રગતિ હેઠળ છે.
ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ દ્વારા સણવલ્લા–ટાંકલ–રાનકુવા–રૂમલા–કરંજવેરી રોડ, ચીખલી–ફડવેલ–ઢોલુંબર–ઉમરકુઈ રોડ (બોક્સ કલ્વર્ટ), સુરખાઈ–અનાવલ–ભીનાર રોડ (વાયડનિંગ) તેમજ બીલીમોરા–ચીખલી–વાંસદા–વઘઈ રોડ (C.C. રોડ) જેવી મહત્વની માર્ગ ઉપર કામગીરી ચાલી રહી છે. આ માર્ગોના સમારકામ પૂર્ણ થવાથી મુસાફરો અને વાહનચાલકોને આવન-જાવનમાં વધુ સુવિધા મળી રહેશે અને ક્ષેત્રમાં પરિવહન વ્યવસ્થા વધુ સશક્ત બનશે.

Back to top button
error: Content is protected !!