GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
બેંક ઓફ બરોડા જંત્રાલ અને બાકરોલ બ્રાન્ચ દ્વારા પલાસા પ્રાથમિક શાળાના બાળકોને વોટર બોટલની ભેટ.
તારીખ ૨૩/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
બેંક ઓફ બરોડા જંત્રાલ અને બાકરોલ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે ૧૧૭ માં સ્થાપના દિવસના ઉપલક્ષ માં પલાસા પ્રાથમિક શાળાના ૩૧૫ બાળકોને વોટર બોટલની ભેટ આપવામાં આવી. જે માટે જંત્રાલ બ્રાન્ચના મેનેજર રાજેશભાઈ શૈની અને બાકરોલ બ્રાન્ચમાંથી કૃણાલભાઈ શાહ, પલાસા ગામના સરપંચ જયેશભાઈ પરમાર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજેશભાઈ શૈની દ્વારા બાળકોને ઉત્તમ ચારિત્ર ઘડતર અંગે તેમજ સુકન્યા યોજના ના લાભ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય એ ઉપસ્થિત સૌ મહેમાનો નો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.