GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ચીખલી પેટા વિભાગ દ્વારા વિવિધ રોડ પર રિપેરિંગ અને નિર્માણ કામગીરી પ્રગતિ હેઠળ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૬: નવસારી જિલ્લન ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ માર્ગોના સુધારણા કાર્યો હાલમાં ઝડપી ગતિએ ચાલી રહ્યા છે. રોડ સુધારણા અંતર્ગત સણવલ્લા–ટાંકલ–રાનકુવા–રૂમલા–કરંજવેરી રોડ પર પિયર વર્ક, કોંક્રિટ અને ડામર કામ જેવી કામગીરી ચાલી રહી છે. બીલીમોરા–ચીખલી–વાંસદા–વઘઈ રોડ પર સફાઈ, કોંક્રિટ, ડામર કામ અને માઈનોર બ્રિજના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. પીપલગભાણ–આમધરા–મોગરાવાડી–રૂમલા રોડ પર માર્ગ સફાઈનું કામ પૂર્ણ થવાની પ્રક્રિયામાં છે. બામણવેલ–હરણગામ–દોણજા રોડ પર ખોદકામનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ચીખલી–ફેડવેલ–ઢોલુમ્બર–ઉમરકુઈ રોડ પર કોંક્રિટ કામ ચાલી રહ્યું છે, જ્યારે ચીખલી–ખેરગામ–ધરમપુર રોડ પર માર્ગ સફાઈનું કામ પ્રગતિ પર છે. કણભાઈ કોઝવે થી ગોડથલ–ઝાડીફળીયા–વેલણપુર–કાકડવેલ–સુખાબારી રોડ પર બોક્સ કલ્વર્ટનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે. માર્ગોના આ સુધારણા કાર્યો પૂર્ણ થયા બાદ વિસ્તારમાં વાહન વ્યવહાર વધુ સરળ અને ઝડપી બનશે, જેનાથી નાગરિકોના દૈનિક આવાગમનને મહત્વપૂર્ણ રાહત મળશે.

 

Back to top button
error: Content is protected !!