GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટના વોર્ડ નં.૧૮ના શ્રધ્ધા પાર્ક રોડના રીપેરીંગનું કામ હાથ ધરાયું

તા.૮/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ચોમાસાની ઋતુમાં વરસાદના લીધે થયેલા રોડના ધોવાણના કારણે લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર રોડ રીપેરીંગ અને રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
જે અન્વયે રાજકોટના વોર્ડ નં.૧૮ શ્રધ્ધા પાર્ક રોડ પર વરસાદના કારણે ધોવાણ થતાં રોડને સમતલ કરવા માટે મહાનગરપાલિકાએ રીસર્ફેસિંગની કામગીરી કરી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાની સૂચના મુજબ અધિકારીશ્રીઓએ પણ રોડ રીપેરીંગ સહિતની તમામ કામગીરીમાં ઉપસ્થિત રહ્યા હતા.




