GUJARATKUTCHMUNDRA

કચ્છ જિલ્લામાં વધુ 18 કર્મચારીઓની બદલી : કર્મચારી વર્તુળમાં ચર્ચા  

રિપોર્ટ : પૂજા ઠક્કર, મુંદરા-કચ્છ.

કચ્છ જિલ્લામાં વધુ 18 કર્મચારીઓની બદલી : કર્મચારી વર્તુળમાં ચર્ચા

ભુજ: કચ્છ જિલ્લા પંચાયત દ્વારા વધુ 18 કર્મચારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. અગાઉના આદેશો સાથે હવે કુલ 42 કર્મચારીઓની બદલી થઈ છે. આમાંથી મોટાભાગની બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ બદલીના આદેશો અનુસાર, કર્મચારીઓની યાદી અને તેમની બદલીની વિગતો નીચે મુજબ છે:

* જયવીરસિંહ એમ. જાડેજા: હિસાબી શાખા, ભૂજથી તાલુકા પંચાયત, નખત્રાણા
* હિતેશકુમાર એસ. જોષી: તાલુકા પંચાયત, માંડવીથી આરોગ્ય શાખા, જિ. પં., ભુજ
* સુનીલકુમાર એમ. માલવણિયા: તાલુકા પંચાયત, ભચાઉથી તાલુકા પંચાયત, અંજાર
* ઈલાબેન આર. પંડ્યા: IRDP, તાલુકા પંચાયત, ભચાઉથી તાલુકા પંચાયત, રાપર
* દિનેશ ડી. સુથાર: તાલુકા પંચાયત, રાપરથી તાલુકા પંચાયત, માંડવી
* કલ્પેશભાઈ કે. પટણી: તાલુકા પંચાયત, નખત્રાણાથી તાલુકા પંચાયત, અબડાસા
* બિપિનકુમાર એલ. પરમાર: IRDP, તાલુકા પંચાયત, નખત્રાણાથી IRDP, તાલુકા પંચાયત, ભૂજ
* આરતી એમ. જાની: તાલુકા પંચાયત, અબડાસાથી IRDP, તાલુકા પંચાયત, અંજાર
* મનીષદાન વી. બાલિયા: તાલુકા પંચાયત, લખપતથી તાલુકા પંચાયત, ભૂજ
* અનિલકુમાર બી. ઠક્કર: તાલુકા પંચાયત, ગાંધીધામથી IRDP, તાલુકા પંચાયત, રાપર
* ભાવનાબેન ભાઈલાલ ઠક્કર: IRDP, તાલુકા પંચાયત, અંજારથી તાલુકા પંચાયત, ભચાઉ
* કિશન બી. ગોર: ખેતી શાખા, જિ. પં., ભૂજથી IRDP, તાલુકા પંચાયત, અબડાસા
* નિખિલકુમાર જી. ગજ્જર: તાલુકા પંચાયત, ભૂજથી હિસાબનીશ, હિસાબી શાખા, ભૂજ
* વૈભવ ભરતકુમાર પંડ્યા: IRDP, તાલુકા પંચાયત, માંડવીથી વિભાગીય હિસાબનીશ, હિસાબી શાખા, ભૂજ
* સંજયકુમાર વી. નિનામા: તાલુકા પંચાયત, મુન્દ્રાથી વિભાગીય હિસાબનીશ, ICDS શાખા, ભૂજ
* નીલમ એ. વ્યાસ: IRDP, તાલુકા પંચાયત, અબડાસાથી વિભાગીય હિસાબનીશ, આંતરિક અન્વેષણ શાખા, ભૂજ
* દિનેશ એસ. અવાડિયા: IRDP, તાલુકા પંચાયત, લખપતથી વિભાગીય હિસાબનીશ, સિંચાઈ શાખા, ભૂજ
* મહેશ રણમલભાઇ ઢીલા: તાલુકા પંચાયત, અંજારથી વિભાગીય હિસાબનીશ, બાંધકામ શાખા, ભૂજ

કર્મચારી વર્તુળોમાં આ બદલીઓ અંગે ચર્ચા ચાલી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે આ બદલીઓથી અનુભવી કર્મચારીઓની જરૂરિયાત હોવા છતાં તેમના સ્થાનાંતરથી કામગીરી પર અસર પડી શકે છે. કર્મચારીઓનું માનવું છે કે શિક્ષણ અને આરોગ્ય ખાતાની જેમ હવે વહીવટી શાખામાં પણ જૂના કર્મચારીઓ કામ પર સારી પકડ ધરાવતા હોવાથી લોકોના કામ ઝડપથી પૂર્ણ થઈ શકે છે. આ પ્રકારની બદલીઓથી લોકોને પણ મુશ્કેલી પડી રહી છે અને સરકાર પર પણ આર્થિક બોજ વધી રહ્યો છે. એવી પણ વાતો ચાલી રહી છે કે કેટલાક અધિકારીઓ પોતાના અંગત સ્વાર્થ માટે આ બદલીઓ કરાવે છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે સત્ય હકીકતની વાકેફ થાય તેવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે.

 

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

Back to top button
error: Content is protected !!