અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અહેવાલ : મેઘરજ તાલુકાનું રાજસ્થાન સરહદે આવેલ એક ગામ જ્યાં 25 વર્ષથી વોર્ડ સભ્યની ચૂંટણી થઈ નથી..!!!
કહેવાય છે કે ચૂંટણી આવે એટલે રાજકારણ ગરમાયું જ છે અને ખાસ કરીને ગ્રામપંચાય ની ચૂંટણી જે ખરાખરીના જંગ સમાન ગણાય છે સરપંચ માટે ગામે ગામે ઉમેદવારી નોંધાવતા હોય છે અને ચુંટણી થતી હોય છે જેમા ગ્રામપંચાયતમા વોર્ડ સભ્યની પણ ચૂંટણી યોજાય છે પરંતુ અહીં મેઘરજ તાલુકાનું એક એવું ગામ છે જ્યાં છેલ્લા 25 વર્ષથી વોર્ડ સભ્યની ચૂંટણી થઈ જ નથી માત્ર સમરસતા થી વોર્ડ સભ્ય ચૂંટાઈ આવતા ગામલોકોમાં ભાઈચારાની ભાવના પ્રગટે છે. ગામના જાગૃત નાગરિક સાગર પટેલ ના જણાવ્યા અનુસાર વાત છે રાજસ્થાન સરહદે આવેલું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની ઉંડવા ગ્રામ પંચાયત માં આવેલું આઢોડિયા ગામ જ્યાં છેલ્લા 25 વર્ષથી આ ગામ વોર્ડ સભ્યની ચુંટણી થી બચ્યું છે, અને આ ગામમાં વોર્ડ સભ્ય વારા પદ્ધતિ થી દર પાંચ વર્ષએ અલગ અલગ વ્યક્તિને ચાન્સ આપવામાં આવે છે.જેના કારણે આ ગામમાં વોર્ડ સભ્ય માટેની ચૂંટણી યોજાતી નથી અને વોર્ડ સભ્ય સમરસ બને છે ઉંડવા ગ્રામ પંચાયતમાં કુલ 5 ગામ છે જેમા ઉંડવા, આઢોડિયા, રોયણીયા, ઓટડીયા, અને વસાઈ,આઢોડિયા ગામમાં કુલ 275 જેટલા મત વોટ છે,આઢોડિયા ગામનો વોર્ડ નંબર 1 છે જે છેલ્લા 25 વર્ષથી સમરસ બને છે જેના કારણે ગામમાં ભાઈચારા અને એકતાના દર્શન થતા નજરે પડે છે આ ગામમાં વાદ, વિવાદ, અને વિખવાદ ને દૂર કરી લોકો સમરસતા ને વધુ પસંદ કરે છે