CHIKHLINAVSARI

સ્વચ્છ ભારત ની વાતો કરતી સરકાર ની સરકારી કચેરીઓ જ અસ્વચ્છ…

સબ…
ચીખલી તાલુકા નું તાલુકા સેવાસદન ને જોતાં પ્રતીત થાય છે કે આ ભવન ને હાલ સ્વચ્છતા ની તાતી આવશ્યકતા છે.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી તાલુકાના માં આવેલ તાલુકા સેવા સદન સરકારશ્રી દ્વારા ખૂબ વિશાળ જગ્યા ફાળવી ને એક સુંદર મકાન બનાવવામાં આવ્યું છે. જેમાં ગાર્ડન થી લઇ દરેક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ મકાન માં હાલ સ્વચ્છતા ની તાતી જરૂરિયાત જોવા મળી રહી છે. ચીખલી તાલુકાના સેવા સદન માં પ્રથમ પ્રવેશતા ગેટ ની બાજૂ માંથી ગાર્ડન જોવા મળે છે.જ્યારે આ ગાર્ડન ઓછું અને ઘાસ ચારો અને કચરો વધારે પ્રમાણ માં જોવા મળે છે. ત્યારે સવાલ એ ઉદભવે છે કે આ સેવા સદન માં પોતાની ચેમ્બરમાં બેસતાં અધિકારીઓ ને રોજ અવર જવર કરતા નજરે નથી પડતું? કે પછી આવા અધિકારીઓ ને પોતાની કચેરી ની સફાઈ અને સ્વચ્છતા રાખવામાં કોઈ રસ નથી?ત્યારે સ્વચ્છતા ની જાળવણી કરવાની જવાબદારી કોની?ત્યારે આ ગાર્ડન ને મેન્ટન રાખવાની જવાબદારી કોની? જ્યારે ચીખલી સેવા સદન ની દિવાલો જોતાં કરવામાં આવેલ કલર થી વધુ તો પાન માવા ની પિચકારીઓ વઘુ જોવા મળે છે. ત્યારે ફકત ભવન માં પાન માવા ખાઈ પિચકારી મારતાં પકડશો તો દંડ લેવામાં આવશે ના બોર્ડ તો લાગ્યાં છે.ત્યારે સવાલ એ કે દંડ કયારે લેવાશે? જ્યારે આ બાબત ને અંકૂશ માં ક્યારે લેવાશે? જ્યારે એનો જવાબદાર કોણ? આ પરિસરમાં કપચી ના ઢગલા અને કંઈ કેટલી જગ્યા એ ભંગાર પડેલું જોવા મળે છે. ત્યારે સૌચાલ્યો ની અંદર પણ ગંદકી નું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે સેવા સદન ની અંદર સ્વચ્છતા ના નામે દેખાડો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વચ્છ ભારતની વાતો કરતી સરકાર ની સરકારી કચેરીઓ જે અસ્વચ્છ હોય તો પછી આમ જનતા નું શું? જ્યારે સેવા સદન ના પહેલાં માળ પર પાણીનો આર. ઓ વોટર નો પ્લાન્ટ પણ બંધ હાલત માં જોવા મળે છે. ત્યારે પહેલા માળ પર આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ ના જેવાં કામો થતા હોય જેને લઈને તાલુકા ના ગામો માંથી આવતાં નાગરિકો ને ભર ઉનાળે પાણી વગર મુશીબત નો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં વહીવટી તંત્ર શું પગલાં લેવાશે એ જોવું રહ્યું.

બોક્સ:૧
સ્વચ્છ ભારતની વાતો કરતી સરકાર નાં સરકારી અધિકારીઓ જ પોતાની કચેરી ની સફાઈ કયારે કરાવશે? કે પછી અધિકારીઓ ને એ.સી.ઓફિસ માંથી બહાર નિકળી ઈત્તર પ્રવૃત્તિઓ માં રસ નથી?

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!