ભરૂચના વાગરાની તાલુકા પંચાયત કચેરી ખાતે VCE દ્વારા બાકી પગાર અંગે રજૂઆત કરવામાં આવી
28 મહિનાથી પગારની ચૂકવણી ન થતા પરેશાની

સમીર પટેલ, ભરૂચ
વાગરા તાલુકામાં કમિશન પર કામ કરતા વીસીઈ કર્મચારીઓને છેલ્લા 28 માસ જેટલા સમયથી વેતનની ચૂકવણી નહિ થતાં તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરાઈ હતી.
તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા 15માં નાણાં પંચમાંથી વીસીઈના કામદારોને વેતન ચૂકવવાની મંજૂરી આપી દેવામાં આવી હોવા છતાં વાગરા તાલુકા પંચાયત તેમજ બાંધકામ શાખા દ્વારા વેતન ચૂકવણું કરાયું નથી. છેલ્લા 28 માસ જેટલા સમયથી આ ચૂકવણું બાકી હોય વીસીઈ કર્મીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.
તમામ વીસીઓ ઇન્ચાર્જ અધિકારીને આવેદન સુપ્રત કર્યું હતું.જેમાં તેમને વેતન ચૂકવવા માંગ કરી હતી. બાંધકામ શાખાના અધિકારી દ્વારા વેતન ચૂકવવા મુદ્દે કોઈ પ્રકારનું વહીવટી આયોજન નહિ કરવામાં આવ્યું હોવાનો નકારાત્મક ઉત્તર મળતા તમામ વીસીઈ કર્મીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી વેતન રિલીઝ કરવા માંગણી કરી હતી.



