વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ દિયોદરમાં પ્રજાસતાક દિન ની ઉજવણી કરાઈ

વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ દિયોદરમાં પ્રજાસતાક દિન ની ઉજવણી કરાઈ
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
બાળકોએ આર્મી યુનિફોર્મ માં પરેડ યોજી વિવિધ કચેરીની મુલાકાત લીધી
૨૬મી જાન્યુઆરી નિમિતે દિયોદર વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ ખાતે પ્રજાસતાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાનાં બાળકોએ આર્મી યુનિફોર્મ સાથે ભવ્ય પરેડ સાથે રેલી યોજાઈ હતી જેમાં આ પરેડ દિયોદર પોલીસ સ્ટેશન સુધી યોજવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સલામી આપી સન્માન કરાયું હતું જેમાં બાળકોએ પોલીસ કમ્પાઉન્ડ માં રાષ્ટ્રગાન અને આઝાદી ના નારા થી ગુંજી ઉઠ્યું હતું શાળામાં ગૌસ્વામી સંગીતાબેન પ્રવિણપુરી જે આર્મી પરિવારના સભ્યો દ્વારા ધ્વજવંદન કરાયું હતું આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી દર્શનભાઈ ઠક્કર દ્વારા શાળાના બાળકોને માર્ગદર્શન ગણતંત્ર દિવસ વિશે મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેમાં શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયો હતા અને કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો





