GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

 

MORBI મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

 

 

કલેક્ટરશ્રીએ પીવાના પાણી સહિત મૂદ્દે પ્રજાલક્ષી અભિગમ દાખવીને કામગીરી કરવા સૂચના આપી

મોરબીમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાતામાં અને જિલ્લાના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવે તથા ચોમાસા પૂર્વે રસ્તાઓ પરના ખાડા બુરી પેચવર્ક કરવામાં આવે તે સહિતના મુદ્દે પ્રજાલક્ષી અભિગમ દાખવી કામગીરી કરવા વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકો તથા સ્વાગત પોર્ટલ અને પી.જી. પોર્ટલ પરની પેન્ડિંગ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરીશ્રી એસ.જે. ખાચર, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!