GUJARAT

જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાં ડાંગ જિલ્લામાં પણ તાં. ૭ મે નાં રોજ ઓપરેશન અભ્યાસનું આયોજન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

કેન્દ્રીય ગૃહ મંત્રાલય ની સૂચના મુજબ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાં સમગ્ર રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં પણ આવતીકાલે તાં. ૭ મે નાં રોજ  સિવિલ ડિફેન્સ દ્વારા સાંજના ૪ થી ૮ વાગ્યાં દરમિયાન ઓપરેશન અભ્યાસનું આયોજન કરવામાં આવેલ છે.

જે સંદર્ભે ડાંગ જિલ્લામાં પણ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સાંજના ૪ થી ૮ વાગ્યાં દરમિયાન આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓપરેશન અભ્યાસનું આયોજન કરવામાં આવેલ છે.

ઓપરેશન અભ્યાસનો મુખ્ય હેતુ, નાગરિકોની સુરક્ષા માટે વહીવટી તંત્રની તૈયારી તથા કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય ત્યારે શું કરવું તેની જાગૃતતા માટે ઓપરેશન અભ્યાસ કરવામાં આવનાર છે. જેમાં કોઈ પણ બનાવ બને ત્યારે બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી, ફસાયેલાં વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે.

તાં. ૭ મે નાં રોજ જિલ્લાના મુખ્ય મથક આહવા, સાપુતારા તેમજ સમગ્ર ડાંગ જિલ્લામાં સાંજના ૭:૪૫ થી ૮:૧૫ વાગ્યાં સુધી બ્લેક આઉટ કરવામાં આવશે. એટલે કે સમગ્ર જિલ્લામાં લાઈટ બંધ કરવામાં આવશે. જેમાં પોલીસની સાઈરન વાગે ત્યારે લોકોએ સ્વયંભુ લાઈટ બંધ કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવેલ છે. આ સમય દરમિયાન લોકોએ ગભરાવાનાની જરૂર નથી તેમજ તંત્રને સહયોગ આપવાની પણ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ડાંગનાં કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થી ઓપરેશન અભ્યાસ અંગે એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્ય સહિત ડાંગ જિલ્લા વહીવટી તંત્રનાં વડા જિલ્લા કલેક્ટર સુ.શ્રી શાલિની દુહાન, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, દક્ષિણ નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ, ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી દિનેશભાઇ રબારી, પ્રાંત અધિકારી સુ.શ્રી કાજલ આંબલિયા સહિતનાં જિલ્લા વહીવટી તંત્રનાં ઉચ્ચધિકારીશ્રીઓએ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.

Back to top button
error: Content is protected !!