GUJARATHALOLPANCHMAHAL

હાલોલના નાથકુવા ગામેથી સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રૂપ પંચમહાલ દ્વારા 10 ફુટ લંબાઈ ધરાવતા અજગર નું રેસ્ક્યુ કરવામા આવ્યું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૮.૨૦૨૫

હાલોલ તાલુકાના નાથકુવા ગામે એક મકાનમાં અજગર આવી ચડતા ફફડાટ ફેલાયો હતો જોકે આ બાબતની જાણ જીવદયા પ્રેમી ગ્રૂપ પંચમહાલ ને નાથકુવા ગામે થી ટેલિફોનિક જાન થતા જીવદયા પ્રેમી ટીમ ના સુનિલભાઈ તથા બીરબલભાઈ પીન્ટુભાઈ સ્થળ પર જઈ જોયું તો ઘરમા મુકેલ ઘાસ મા અજગરે મુરગી ને પકડેલ હતી અને અજગર ની લંબાઈ આસરે 10 ફૂટ હતી.જ્યારે આ બાબતની જાણ હાલોલ ફોરેસ્ટ ઓફિસર સતીષભાઈ બારિયાને કરતા તેઓના માર્ગદર્શન મુજબ આ ટીમ ધ્વારા અજગરને ભારે જેહમત બાદ પકડી માનવ વસવાટ થી દૂર જંગલ વિસ્તાર મા છોડી મૂકવામાં આવ્યો હતો જોકે આ અજગરનું રેસ્ક્યુ કરતા ત્યાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.

Back to top button
error: Content is protected !!