
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
નકલી સિંચાઈ કચેરી પછી હવે અરવલ્લી જિલ્લામાં નકલી SDM ઝડપાયો,SDM તરીકે ખોટી ઓરખાણ આપી રોફ જમાવતા બાયડના ઇન્દ્રાણા ગામનો યુવક ઝડપાયો
ધીરે ધીરે સમગ્ર ગુજરાતની અંદર નકલીની બોલબાલા વધી ગઈ છે ત્યારે હવે આગામી સમયમાં કદાચ એવું લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં કોઈપણ જિલ્લો બાકી નહીં હોય કે જ્યાં નકલી જોવા નહીં મળે પછી કચેરી હોય કે ડોક્ટર કે અધિકારી કે નકલી સિંચાઈ કચેરીઓ કે પછી નકલી ટોલ્ટ નાકા હવે બધું જ ગુજરાતમાં નકલી જોવા મળી રહ્યું છે
અરવલ્લી જિલ્લાની અંદર ચાર મહિનામાં બે નકલી બનાવો સામે આવતા હાલ અરવલ્લી જિલ્લો પણ નકલીની હરોળમાં આવી ગયો છે ચાર મહિના પહેલા નકલી સિંચાઈ કચેરી પકડવાનો મામલો સામે આવ્યો હતો હજુ પણ એ બાબતે રાજ છુપાયેલું રહ્યું છે કે ખરેખર શું છે ત્યારે આ બીજો એક બનાવ નકલીનો સામે આવ્યો છે
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઇંદ્રાણા ગામનો ઈસમ SDM ની ખોટી ઓરખાણ આપી રોફ જમાવવો ભારે પડ્યો અને અંતે સાઠંબા પોલીસે SDM તરીકે ની ઓરખાણ આપતા ઇન્દ્રાણા ગામના પ્રકાશભાઈ નાઈ નામના યુવકની ધરપકડ કરી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,ત્યારે પછી આરોપીની પુછપરસ બાદ આગળ SDM તરીકે ખોટી ઓરખાણ આપી 2019 થી 2021 દરમિયાન પાટણ ખાતે SDM તરીકે ડીઓસો માં ફરજ બજાવતો હોવાનું જણાવેલ જે ત્યાર બાદ નડિયાદ ખાતેપણ ખોટી ઓરખાણ આપી SDM માં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું
કેવી રીતે ભાંડો ફૂટ્યો…
આ અંગે ટેલિફોનિક વાતચીતમાં જી.એસ.સ્વામી જણાવે છે કે, બે મહિના અગાઉ ઈન્દ્રાણ ગામે રાયોટિંગના ગુન્હા અંગે પોલિસ તપાસ અર્થે ગઇ હતી, ત્યારે પ્રકાશ નાઈએ પોતાની ઓળખાણ એસ.ડી.એમ. તરીકે આપી હતી, ત્યારે પોલિસે ખરાઈ માટે દસ્તાવેજ માંગ્યા. આરોપીએ આઈ.કાર્ડ ની નકલ આપી હતી, જેની ખરાઈ કરવા માટે પોલિસે નડીયાદ મોકલી હતી, ત્યારે નડીયાદ જિલ્લા સેવા સદનથી જવાબ આવ્યો કે, પ્રકાશ નાઈ નામનો કોઇ વ્યક્તિ નથી. પોલિસે ખરાઇ કર્યા બાદ આ શખ્સને પકડવાની તજવીજ શરૂ કરી હતી, ત્યારે ગત મોડી સાંજના સુમારે પોલિસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાળા કાચવાળી ગાડી આવતા ઉભી રાખતા, નામ પૂછતાં, આરોપીએ પોતાની ઓળખાણ એસ.ડી.એમ. તરીકે આપતા, ભાંડો ફૂટી ગયો હતો.
પોલિસ અને સ્થાનિક સુત્રો તરફથી મળતી માહિતી મુજબ અનેક મૌખિત ફરિયાદો પોલિસ સુધી પહોંચી હતી કે, એક શખ્સ પોતાની ઓળખાણ એસ.ડી.એમ. તરીકે આપે છે અને રોફ જમાવે છે. જેનાથી લોકો ડરી જતા હોય છે. ત્યારથી જ પોલિસને શક હતો અને પોલિસ આ ઇસમની પકડમાં હતી.
સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ છાશવારે ઘટતી હોય છે ત્યારે આવા કેટલા નકલી અધિકારીઓ ફરતા હશે તે પણ એક સવાલ છે. નકલી અધિકારીઓ બની કેટલીય જગ્યાએ છેતરપિંડી, રૂપિયા પડાવવા સહિતની ઘટનાઓને અંજામ આપતા હશે. ત્યારે ઝડપાયેલા શખ્સે રાજ્યના કેટલા વિસ્તારોમાં તેની નકલી ઓળખાણ ડે.કલેક્ટર તરીકેની આપી હશે તે સવાલ છે. એટલું જ નહીં નકલી ડે.કલેક્ટરની ઓળખાણ આપી કેવા કેવા કાર્યો કર્યા હશે તે પણ તપાસનો વિષય છે.
હાલ તો સાઠંબા પોલિસે આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઇ, રહે. ઈન્દ્રાણ, તા.બાયડ. જિલ્લો – અરવલ્લી, હાલ રહે. એ.302, સદગુરૂ લેન્ડમાર્ક, નવા નરોડા, અમદાવાદ વિરૂદ્ધ બી.એન.એસ. કલમ 170, 465, 468, 471 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.




