તા.૧૫.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નગરપાલિકા ફાયર વિભાગ ટીમ દ્રારા ઝાયડસ હોસ્પિટલ ખાતે રેસ્કુ ટ્રેનિંગ યોજાઈ
દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે યોજાયેલ રેસ્કયુ ટ્રેનિગમાં દાહોદ નગર પાલિકા ના ફાયર વિભાગના ફાયર સ્ટેશન ઓફિસર દીપેશ ભાઈ જૈન અને સાથે એમની ફાયર વિભાગની ટીમ અને ઝાયડસ હોસ્પિટલ ના ફાયર વિભાગના ઓફિસર વિજયભાઈ અને એમની ટીમ દ્વારા હોસ્પિટલ ના સ્ટાફ ને આગ લાગે કે કોઈ અન્ય કારણોસર દર્દી ને કઈ રીતે આ સંજોગો માં રેસ્ક્યુ કરીને બચાવી શકાય તેની પ્રેક્ટિકલ બતાવી અને એ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.જેમાં ઝાયડસ હોસ્પિટલ ના સી.ઇ.ઓ ડોક્ટર સંજય કુમાર સિનિયર જનરલ મેનેજર પ્રકાશ પટેલ પણ હાજર રહ્યા હતા