
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વિસનગર
વિસનગર નૂતન સર્વ વિદ્યાલયની વિદ્યાર્થીની ધ્રુવી ચૌધરીએ તાજેતરમાં અગરતલા-ત્રિપુરા ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત 68મી નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર-૧૭ બહેનોની જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આજરોજ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ ધ્રુવી ચૌધરીને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રુવી ચૌધરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઇન સ્કૂલ સ્પોર્ટ્સ યોજના અંતર્ગત નૂતન સર્વ વિદ્યાલયમાં જુડો સ્પર્ધાની તાલીમ લઈ રહ્યા છે.




