
વિજાપુર લાડોલ રબારી વાસ તરફના માર્ગ માં કાદવ કીચડ ના કારણે રહીશો પરેશાની માં મૂકાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ ગામે રબારી વાસ તરફના રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગમાં કાદવ કીચડ ના કારણે રહીશો પરેશાની માં મૂકાયા છે. ગ્રામપંચાયત તેમજ તંત્ર ને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ પ્રશ્ન નો કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી. આ અંગે સ્થાનિક રહીશો વિક્રમભાઈ દેસાઈ ના જણાવ્યા મુજબ રબારી વાસ તરફના રોડ ઉપર કાદવ કીચડ હોવાથી અહીંથી લોકોને પસાર થવા માં ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.શાળામાં જતા બાળકો ને અહીંથી શાળામાં જવા માટે તકલીફ ઉઠાવી રહ્યા છે. ગ્રામપંચાયત ને જાણ કરવામાં આવી છે.પરંતુ પ્રશ્નો નો નિકાલ કરવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો નથી. રોડ ઉપરના કાદવ કીચડના કારણે મચ્છરો નો ઉપદ્રવ વધતા અહીં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઉભી થઇ છે. જેથી પંચાયત કાદવ કીચડ નો સત્વરે નિકાલ કરાવે અને હાલમાં ચાલી રહેલ ચંડીપુરમ જેવી બાળકો માં ફેલાતી બીમારી ઉદભવે તે પહેલાં આગોતરા કામગીરી કરવામાં આવે તેમ અહીંના રહીશો ઈચ્છી રહ્યા છે. ગ્રામપંચાયત આ બાબતે ચિંતા રાખીને પ્રશ્નો નો નિકાલ લાવે તેવી રહીશો માં માંગ ઉદ્દભવી રહી છે.



