
જૂનાગઢમાં અત્યારે રંગેચંગે શ્રી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભક્તિ અને યોગનો અનોખો સંગમ તાજેતરમાં રચાયો છે. ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાના માર્ગદર્શન અનુસાર શ્રી ગણેશજીના પંડાલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના નિઃશુલ્ક યોગ શિબિરના આયોજન થકી લોકોમાં ભક્તિ સાથે શક્તિનો સંયોગ રચાયો છે. તેમજ દર્શન કરવા આવતા ભાવિકો યોગ અભ્યાસ કરવા માટે પ્રેરિત થયા છે. તેના થકી રાજ્ય સરકારશ્રીના મેદસ્વિતા મુક્ત અભિયાનમાં સામેલગીરી વધી રહી છે.આ યોગ શિબિરમાં ૪૦ જેટલા યોગ સાધકો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, યોગનંદન ગૃપના પ્રણેતા અને યોગાચાય શ્રી પ્રતાપચંદ્ર થાનકીના નેજા નીચે આ સમગ્ર મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે આ યોગ શિબિર યોજાઇ હતી
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






