GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

વડીલો સાથે રહેનાર “વહુ”ના સન્માન

 

દીકરી અને પુત્રવધુ કુટુંબનો પ્રાણ હોય છે

 

જામનગર (ભરત ભોગાયતા)

પારીવારીક જીવન  વધુ ને વધુ જવાબદારી ભર્યા હોય તે સમયની માંગ છે સાથે સાથે પરીવારના સભ્યોને પ્રોત્સાહીત કરાય તેમની સમર્પિતતાની નોંધ લેવાય તે પણ જરૂરી છે આપણી સંસ્કૃતિ મુજબ દીકરો જેમ કુળ દીપક ગણાય છે તેમ દિકરી બે ઘરનુ અજવાળુ ગણાય છે તે સૌ ને અતુટ બંધનથી જોડી રાખે છે સાથે સાથે વડીલોની પણ ફરજ બને છે કે સંતાનો (દીકરા દીકરી જમાઇ પુત્રવધુ ….બધા જ સંતાન જ ગણાય વડીલો માટે) ને પણ સમજે અને સમયની માંગ મુજબ કદમ મીલાવે સાથે સાથે પોતાની તેમજ સૌ ની તંદુરસ્તી સામાજીક એકરૂપતા સંસ્કારો પરંપરા દરેક ક્ષેત્રમાં સૌ ને સાથે લીોને ચાલે તેમજ જીવન ને રસપ્રદ બનાવે

અમદાવાદ શહેરમાં વસતા જામજોધપુર ગામના કડવા પટેલ પરિવાર નું 15 ડિસેમ્બર 2024 ના રોજ અમદાવાદ ખાતે સ્નેહમિલન સમારંભ યોજવામાં આવેલ.

આ સ્નેહમિલન સમારંભમાં આયોજકોએ અગાઉથી નક્કી કરેલું કે સ્નેહમિલન સમારંભમાં ખાલી બધા હળી મળી ભોજન લઈ અને છૂટા પડે એવું કરવાને બદલે સમાજને કંઈક સારો મેસેજ જાય સંસ્કૃતિની જાળવણી થાય એવા સંસ્કારોનું સિંચન પરિવારજનોમાં થાય એવું કંઈક વિશેષ આયોજન કરવું
એટલે આવા વંદનીય વિચારને ધ્યાનમાં લઈ 10 વર્ષથી વધારે સમય સાસુ સસરા સાથે રહેલી હોય એવી પુત્રવધુ કે જે આદર્શ પુત્ર વધુ ગણાય એના સન્માનનો કાર્યક્રમ આ સ્નેહમિલન સમારંભમાં યોજવામાં આવેલ. ભારતીય સંસ્કૃતિ કે જે વિશ્વવિખ્યાત છે તે સંસ્કૃતિનો મૂળ પાયો સમાજની કુટુંબ વ્યવસ્થા છે કુટુંબ વ્યવસ્થા ને સારી રીતે સાચવી રાખવામાં ગરમી પુત્રવધુનો બહુ મહત્વનું યોગદાન હોય છે દીકરી સાસરે જઈને પુત્રવધુ બને ત્યારે ધીમે ધીમે કરતાં તે ઘરની બધી જવાબદારી ઉપાડી લેતી હોય છે પતિના સાર સંભાળ થી લઇ બાળકોના સ્કૂલના ટિફિન બાળકોને સ્કૂલે ટ્યુશનમાં કે અન્ય એક્ટિવિટીમાં લેવા જવું મુકવા જવું બપોરના ટિફિન ઘરના વડીલોની તાસીર અનુસાર ભોજન બનાવવું તેમના દવા વગેરેનું ધ્યાન રાખવું અને આ સાથે સાથે મહેમાનોની સરાભરા કરવી એ બધી જ જવાબદારી ખૂબ સરસ વિશે નિભાવી લેતી હોય છે
એટલે હકીકતમાં વડીલોની વૃદ્ધાવસ્થા નો સહારો પણ પુત્રવધુ જ હોય છે
અને ઘરનો આધાર સ્તંભ પણ પુત્રવધુ હોય છે
એટલે તેના આ સમર્પણને ધ્યાનમાં લઈ આયોજકો  એ એમને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો અંદાજિત 40 થી 50 પુત્રવધુઓનું ચાંદીની ગિફ્ટ અને સન્માન પત્ર આપી સન્માન કરેલું હતું
અને આ સમારંભમાં અમદાવાદના મોટાભાગના સમાજના પ્રમુખ અને અન્ય સામાજિક સંસ્થાઓના પ્રમુખ આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
અને આ કાર્યક્રમથી પુત્રવધુ ને સારું એવું મોટીવેશન મળ્યું હતું અને આવનારી પેઢી એ પણ આની સારી એવી નોંધ લીધી હતી. તેમ જામજોધપુરથી અશોક ઠકરારે વિગત આપતા ઉમેર્યુ હતુ

 

__________________________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Journalist ( gov.accre.)

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!