વિસાવદર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈ જી શ્રી નિલેશ કુમાર જાજડીયા અને પૂજ્ય મુક્તાનંદ બાપુના વરદ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશન નું લોન્ચિંગ કરવામાં આવ્યું
વિસાવદર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈ જી શ્રી નિલેશ કુમાર જાજડીયા અને પૂજ્ય મુક્તાનંદ બાપુના વરદ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશન નું લોન્ચિંગ કરવામાં આવ્યું

વિસાવદર તાલુકા ના ચાપરડા ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેંજ IG શ્રી નિલેશકુમાર જાજડીયા સાહેબની ઉપસ્થિતિમાં પૂજ્ય મુક્તાનંદ બાપુના વરદ્ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશન નુ લોંચિંગ કરવામાં આવ્યું. જેમાં વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદ રીબડીયા,વીપુલ કવાણી તેમજ વિસાવદર ના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ ના ASP શ્રી રોહિતકુમાર IPS તેમજ મેંદરડા ના ઇન્ચાર્જ PI .શ્રી એસ.એન.સોનારા તેમજ વિસાવદર ના PI આર.એસ.પટેલ તેમજ વિસાવદર PSI લાલકા સાહેબ તેમજ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ એપ્લીકેશન થકી વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ જેવી કે, દારૂ, જુગાર, અવેધ ખનન, ડ્રગ્સ અને નાર્કોટીક્સ દ્રવ્યોની હેરાફેરી, મહિલા, બાળકો, સીનીયર સીટીઝન વિરુદ્ધના અત્યાચાર, પર્યટકો સાથે થતા નાણાકીય ફ્રોડ તથા અન્ય પડતી મુશ્કેલીઓને લગતી ફરિયાદ કે રજૂઆત મોકલી શકાશે.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – મેંદરડા





