ઝારોલા હાઇસ્કુલમાં દાતાઓ દ્વારા 25 બાળાઓને ખાવું અપાયું
ઝારોલા હાઇસ્કુલમાં દાતાઓ દ્વારા 25 બાળાઓને ખાવું અપાયું
તાહિર મેમણ : આનંદ – 18/07/2024- ઝારોલા હાઇસ્કુલમાં દાતાઓ દ્વારા 25 બાળાઓને ખાવું અપાયું.
માતા કે પિતા વિનાની તેમજ આર્થિક નબળી પરિસ્થિતિની બાળાઓ માટે દાતા મા બાપ બન્યા.
જેનું કોઈ નથી તેનો ભગવાન છે એ વાક્ય આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની ઝારોલા હાઈસ્કૂલની બાળાઓ માટે સાચું બન્યું છે. શાળામાં ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતી 14 બાળાઓ કે જેના માતા કે પિતા કે બંને હયાત ના હોય તેવી બાળાઓ તેમજ આર્થિક રીતે ખૂબ જ નબળી પરિસ્થિતિ ધરાવતી અન્ય 11 બાળાઓ માટે ગૌરીવ્રત પ્રસંગે કેટલાક દાતાઓએ ભગવાનનું કામ કરીને તેમને ખાવું આપીને તેમના ચહેરા પર ખુશી લાવવાનું કામ કર્યું હતું. જેમાં શાળાના ભૂતપૂર્વ આદર્શ, નમ્ર અને વિવેકી વિદ્યાર્થી શ્રી મિહિરભાઈ પ્રફુલભાઈ પટેલ કે જેઓ તાલુકા પંચાયત બોરસદના પ્રમુખ છે તેઓએ આ 25 બાળાઓ માટે ખાવું આપવાની વ્યવસ્થા કરી પોતાની માતા ઉષાબેન, પત્ની શીવાનીબેન તથા નાની પુત્રીના હસ્તે ખાવું આપ્યું હતું. આ ઉપરાંત શાળાના બ્યુટી પાર્લરના શિક્ષિકા અર્પિતાબેન, ડો. નૈઋતી મહેશભાઈ પટેલ,વડોદરા સ્વસ્તિક ટીમ્બર માર્ટના જેહુલભાઈ પટેલ અને મહેશભાઈ કરસનભાઈ પટેલ દ્વારા ખાવું અપાયું હતું. આ ઉપરાંત શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી બાળા કિંજલબેન રઈજીભાઈ સોલંકી દ્વારા, ઝારોલાની એડીપી ઈંટોના માલિક સ્વ. ભુપેન્દ્રભાઈ પ્રજાપતિના પરિવારજનો દ્વારા તથા શિક્ષિકા પ્રિયાબેન દ્વારા પણ જરૂરિયાતમંદ બાળાઓ માટે ખાવું આપવાની વ્યવસ્થા કરાઈ હતી. શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ખાવું મેળવનાર દીકરીઓએ ભવિષ્યમાં પોતે ઉજ્જવળ કારકિર્દી બનાવી બીજાને મદદ કરશે એવી ભાવના વ્યક્ત કરી હતી.