તા.૩૦.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે એન્ટી લેપ્રસી ડે ઉજવણી કરવામાં આવી
દાહોદ જીલ્લામાં એન્ટી લેપ્રસી ડે અંતર્ગત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રક્તપિત વિશે સત્ય હકીકત જણાવી લોકોને રક્તપિત રોગ વિશે જાગૃત કરવામાં આવ્યા રક્તપિત પૂર્વ જન્મના પાપ કે શ્રાપનું ફળ નથી રક્તપિત વારસાગત નથી રક્તપિત જીવાણુંથી થતો અને આધુનિક સારવાર થી સંપૂર્ણ મટી શકે તેવો ચેપી રોગ છે એન્ટી લેપ્રસી ડે નિમિતે જૂના રક્તપિત ના દર્દીઓને જરૂરિયાત મુજબ MCR સેન્ડલ અને અલ્સર કીટનું વિતરણ કરવામાં આવ્યું તમામ જગ્યાએ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત આવો સૌ સાથે મળીને રક્તપિત ના દર્દીઓ ને સમાજ માંથી શોધી કાઢી ને સારવાર પર મૂકીએ અને રક્તપિત ને નિર્મૂલન કરીએ