GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO

આવા બાળકોને તરછોડશો નહીં અને સંવેદનાથી સારવાર કરાવો બાળકો સામાન્ય બનશે જ…. ડો.દિવ્યેશ પટેલ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત જનરલ હોસ્પીટલ, મહેસાણા ડિસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર ખાતે વર્લ્ડ ઓટિઝમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી .
આજે વર્લ્ડ ઓટિઝમ ડે ની ઉજવણીમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત ઓટિઝમના બાળકો અને વાલીઓ સાથે જનજાગૃતિ અને લાભાર્થીઓ સાથે મોટીવેશનલ એક્ટિવિટીઝ , માઈન્ડ એક્ટિવિટીઝ, ગ્રુપ એક્ટિવિટીઝ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આજની આ ઉજવણી માં ઓટિઝમ ધરાવતા બાળકો ઉપરાત તેમના માતા પિતા અને વાલીઓ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે સરકાર દ્વારા આવા બાળકોને આપવામાં આવી રહેલ સારવાર ને તાલીમ ને આવકારી સરકારનો આભાર માન્યો હતો.
નિવાસી મુખ્ય આરોગ્ય અધિકારી ડો.દિવ્યેશ પટેલે આ તકે જણાવ્યું હતુ કે, ઓટિઝમ વાળા બાળકોના વાલીઓ અને માતા-પિતાને મેસેજ છે કે આ પીડા, રોગ, પરિસ્થિતિ એ કુદરતી શાપ નથી. આ બાળકો નું વધુ ધ્યાન રાખવું જોઈએ. આ નોર્મલ બાળક છે તેમને સામાન્ય જિંદગીમાં ભેળવો તેમની સારવાર કરાવવાથી તે ચોક્કસ સ્વસ્થ થાય છે. સામાન્ય જીવન જીવવી જ શકે છે .એવું ક્યારેય ન વિચારશો કે મારે જ આવું બાળક કેમ ?! સારવાર લો અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ તેમજ ડિસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટરની સારવાર અને સૂચનોને અનુસરજો. નિયમ પ્રમાણે નિયમિત સારવાર કરાવો આવા બાળકોને તરછોડશો નહીં અને સંવેદનાથી સારવાર કરાવો બાળકો સામાન્ય બનશે જ.

બાળ નિષ્ણાત ડો. અનંત ગોહિલે તેમજ સિનિયર બાળ નિષ્ણાત ડો. હર્ષદ પટેલે પણ આવા બાળકોને આવા સેન્ટરો દ્વારા જાગૃતિ કેળવીને વિવિધ થેરાપીઓ દ્વારા સામાન્ય પ્રવાહમાં લાવવા માટે માહિતી પૂરી પાડી હતી. જ્યારે આંખ નિષ્ણાત ડો. ચિરાગ ઓડેદરાએ જણાવ્યું હતું કે ,” આ બાળકોની આંખોની તપાસ અને સારવાર પણ કરાવવી જોઈએ. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમના નોડલ ઓફિસર ડો. ખુશ્બુ સોલંબેન સોલંકી એ ઓટિઝમ વિશે માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે, આ બાળકો માટે આપણી પાસે સમજણ , સ્વીકૃતિ અને સહજતા હોવી જોઈએ. આ બાળકો અલગ હોઈ શકે પણ અપૂર્ણ નહીં. દરેક બાળકને વિશેષ શક્તિ આપી હોય છે.તેમની નિયમિત સારવાર કરાવી લેવી જોઈએ તેનાથી તેઓ સ્વસ્થ અને સહજ બની શકશે. એમ પણ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે , વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ ૨૦૨૫ની થીમ “ન્યુરોડાયવર્સિટીને આગળ વધારવી અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)” છે. ડિસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર( DEIC) મહેસાણા એ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ (આર.બી.એસ.કે) અંતર્ગત રેફરલ સેન્ટર છે જ્યાં તમામ ઝીરો થી ૧૮ વર્ષના બાળકોનું બાળક નિષ્ણાંત દ્વારા હોલિસ્ટિક તપાસ કરવામાં આવે છે. વિશેષ કરીને ડેવલોપ મેન્ટલ ડીલે વાળા બાળકો હોય છે ,ઓટિઝમ, એ.ડી.એચ.ડી( હાઇપર એક્ટિવ ડિસઓર્ડર) જેવા બાળકોને વિવિધ થેરાપી થકી સક્ષમ બનાવવામાં આવે છે કે જેઓ કોઈના પર આધાર ના રાખી અને પોતાનું કામ જાતે કરી શકે આ સેન્ટરમાં વિવિધ થેરાપી જેવી કે ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી, સાયકોલોજીકલ કાઉન્સિલિંગ, સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા વિવિધ ટ્રેનિંગ નો સમાવેશ થાય છે.યોગ્ય તાલીમ અને મેડિકલ સપોર્ટ થી વ્યક્તિ માં સુધારો લાવી શકાય છે જીવનમાં પ્રાપ્ત કરી શકે છે જેના માટે DEIC સેન્ટર છે. અહી બાળકો દ્વારા આજે વિવિધ મોટીવેશનલ એક્ટિવિટીઝ , માઈન્ડ એક્ટિવિટીઝ, ગ્રુપ એક્ટિવિટીઝ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આર.એમ ઓ ડૉ.પી.પી.પટવા અને ડિસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર( DEIC) મહેસાણા એ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ (આર.બી.એસ.કે)ના કર્મયોગીઓ , તબીબો ,પરિચારકો , બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!