GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રેલ્વે સ્ટેશન રોડપર ફિલ્મી ઢબે સ્કોર્પિયો ગાડી સ્વીફ્ટ કાર ઉપર ચડાવી હુમલો કરનાર પાંચ આરોપી ઝડપાયા

MORBI:મોરબીના રેલ્વે સ્ટેશન રોડપર ફિલ્મી ઢબે સ્કોર્પિયો ગાડી સ્વીફ્ટ કાર ઉપર ચડાવી હુમલો કરનાર પાંચ આરોપી ઝડપાયા

 

 

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર સિન્ધુભવન નજીક ગઈકાલે સાંજના સમયે ફિલ્મી સ્ટાઈલથી સ્કોર્પિયો કાર વડે સ્વીફ્ટ કારને ઉપરા ઉપરી ટક્કર મારી ધોકા, પાઇપ સહિતના હથિયાર વડે કારમાં તોડફોડ કરવા મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. મુરઘી વેચવાના ધંધા ખારમાં થયેલ હુમલાની આ ઘટનામાં સ્કોર્પિયો અને પાઇપમાં ફિટ કરેલ ચક્ર સહિતના હથિયાર પણ કબ્જે લેવામાં આવ્યા છે.

Oplus_0

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર સિન્ધુભવન નજીક ગત શનિવારે સાંજના સમયે જીજે  36  એફ  4143 નંબરના સ્કોર્પિયો કારના ચાલકે જીજે  36 એએફ  8150 નંબરની રોડ ઉપર ઉભેલી સ્વીફ્ટ કારને ફિલ્મી સ્ટાઈલથી ઉપરાછાપરી ત્રણ ટક્કર મારતા કારમાં બેઠેલા ફરિયાદી મુસ્તાક કાસમભાઈ સંધવાણી, જુસબ ગફુરભાઈ જામ અને સુલતાન સુલેમાન સુમરાને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલના દાખલ કરાયા હતા.આ બનાવમાં ફરિયાદી મુસ્તાકભાઇ કાસમભાઇ સંધવાણી, રહે. લાતીપ્લોટ જોન્સનગર-10 મોરબી વાળાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી આમદ કાસમ કટીયા (૨) અકબર ઉર્ફે અકુકાસમભાઇ કટીયા (૩) વસીમ યુનુશભાઇ સેડાત. ૪) જુસબ દિલાવરભાઇ માણેક રહે. બધા વીસીપરા મોરબી તથા (૫) ફિરોજ સુલેમાન માલાણી રહે.વાવડીરોડ, મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી ગુન્હામાં ઉપયોગમાં લેવામાં આવેલ સ્કોર્પિયો કાર અને પાઈપમાં ફિટ કરેલ ચક્કર સહિતના હથિયાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!