ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : ખાખરીયા પ્રા શાળામાં મુખ્ય શિક્ષક કમલેશભાઈ પટેલ આચાર્યનો નિવૃત્તિ સમારોહ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ખાખરીયા પ્રા શાળામાં મુખ્ય શિક્ષક કમલેશભાઈ પટેલ આચાર્યનો નિવૃત્તિ સમારોહ

મેઘરજ તાલુકાની રેલાવાડા જૂથની ખાખરીયા પ્રા શાળા ના આચાર્ય કમલેશભાઈ.આર.પટેલ 25 વર્ષની સેવા બાદ નિવૃત્ત તથા તેમનો નિવૃત્તિ સમારોહ યોજવામાં આવેલ. શિક્ષણ સમિતિના અધ્યક્ષ પુજાભાઈ એ પગીની રાહબરી હેઠળ કાર્યક્રમમાં બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરેલ. શાળાનો પરિચય જૂથ મંત્રી હસમુખભાઈ પટેલ એ આપેલ. આ પ્રસંગે જૂથ મંત્રી હસમુખભાઈ પટેલ. બીટી છાપરાના વિનોદભાઈ. સી.આર.સી ચીમનભાઈ પટેલ. ધવલભાઇ અને પ્રવીણભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. મગનભાઈ પંચાલે શાલ અને શ્રીફળથી સન્માન કર્યું. સમગ્ર ગ્રામજનો તરફથી સોનાની વીંટી, મધ્યાહન સ્ટાફ તરફથી ઘડિયાળ ભેટ આપવામાં આવી. ફૂલહાર થી કમલેશ નું સ્વાગત કરવામાં આવ્યું. તેમના ધર્મ પત્ની ભાવનાબેન ને પણ શાલ થી સ્વાગત કરવામાં આવેલ. શિક્ષણ વિદ પદા અધિકારીઓને ફુલછડી થી સ્વાગત કરવામાં આવેલ. શાળાના બાળકો દ્વારા આચાર્યના શીર ઉપર ફૂલોનો વરસાદ વરસાવી સ્ટેજ ઉપર લાવવામાં આવ્યા. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી. આ પ્રસંગે સુંદર કામગીરી કરનાર બાળકોનું હિત જોનાર બી.એલ.ઓ ની કામગીરી કરનાર ભાઈ જેવો પ્રેમાળ સબંધ રાખનાર કમલેશભાઈ ના વખાણ કરતા શબ્દો ખૂટે છે. તેવું મગનભાઈ અને છગનભાઈ તથા પૂર્વ સરપંચ રામાભાઇએ જણાવ્યું. સન્માન પત્ર નું વાંચન ઉ.શિ.શ્રીમતી જ્યોત્સનાબેને વાંચ્યું. સમગ્ર કાર્યક્રમ માં નવાગામ, રખાપુર, જીતપુર, તરકવાડાના સંબંધીઓએ સારો સહકાર આપ્યો. ખાખરીયા ગામ નાનું પણ સહકાર અને પ્રેમ ભાવ વધારે તેવું અધિકારીઓને લાગ્યું. અને પ્રતિભાવમાં કમલેશભાઈએ જણાવ્યું કે મેં મારી ફરજ નિષ્ઠાથી બજાવી છે. ગ્રામજનોનો સહકાર મને મળ્યો છે. મારાથી કોઈ બોલવામાં ભૂલ થઈ હોય તો ક્ષમા. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ રેવાભાઇ પંચાલે કરી અને જૂથ મંત્રી હસમુખભાઈ પટેલે કરેલ.

 

Back to top button
error: Content is protected !!