કમઠાડીયા પ્રાથમિક શાળામાં અસારી શાંતાબહેન વકસીભાઈ નો વયનિવૃત્તિ સન્માન અને શુભેચ્છા સમારંભ યોજાયો.

અહેવાલ:- પ્રતિક ભોઈ
કમઠાડીયા પ્રાથમિક શાળામાં અસારી શાંતાબહેન વકસીભાઈ નો વયનિવૃત્તિ સન્માન અને શુભેચ્છા સમારંભ યોજાયો. આ પ્રસંગે જિલ્લા સદસ્ય ઇન્દુબેન ભાવિનભાઈ તબિયાર, તાલુકા સદસ્ય જયેશભાઈ પરમાર, વિજયનગર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ નીનામા, ગામના આગેવાનો બેનશ્રી ના સગા-સંબંધીઓ બાળકોના માતા-પિતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આવેલ મહેમાનો ગ્રામજનો અને ભણાવેલ વિદ્યાર્થીઓ દ્વારા બેનશ્રી નો કર્મયોગ 37 વર્ષ 7 માસના કાર્યોને બિરદાવ્યા હતા. કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત મહાનુભાવો શિક્ષકશ્રીઓ, ગ્રામજનો, બેનશ્રી ના સગા- સંબંધીઓ દ્વારા શ્રીફળ, સાલ, મોમેન્ટો આપીને બેનશ્રી નું સન્માન કરવામાં આવ્યું. વયનિવૃત્ત થયેલ બેનશ્રી દ્વારા શાળા અને બાળકોના વિકાસ માટે શાળાને 51 હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું. શાળાના સ્ટાફ મ.ભો.યો. સ્ટાફ ને પણ ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવી. સાથે જૂથની તમામ શાળાઓને મોમેન્ટો આપવામાં આવી.
કમઠાડીયા શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું ખૂબ જ રસપ્રદ આયોજન કરવામાં આવ્યું


