ARAVALLIGUJARATMODASA

પરંપરાગત ખેતીની વાપસી……અરવલ્લીની રેવાબેનની આર્થિક સ્વાવલંબનની કહાની…..દેશી ગાયના છાણથી ઉત્તમ ઘઉં*

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

પરંપરાગત ખેતીની વાપસી……અરવલ્લીની રેવાબેનની આર્થિક સ્વાવલંબનની કહાની…..દેશી ગાયના છાણથી ઉત્તમ ઘઉં

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ પરપોટિયાની રેવાબેન કોટવાલ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે એક ચમકતું ઉદાહરણ બની રહી છે. ૨૦૧૯થી તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને તેનાથી મળતી સફળતા તેમને માત્ર આર્થિક રીતે મજબૂત અને સમગ્ર વિસ્તારની મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ બની રહી છે.રેવાબેન પોતાના ઘરે બાંધેલી દેશી ગાયના છાણમાંથી પ્રાકૃતિક ખાતર તૈયાર કરે છે. આ ખાતરનો ઉપયોગ તેમના ખેતરમાં ઘઉં જેવા પાકોમાં કરવામાં આવે છે. પરિણામે તેમના ઘઉંની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે તે ₹૧૦૦૦ પ્રતિ મણના ભાવે પોતાના ઘરેથી જ વેચાઈ જાય છે. રેવાબેન કહે છે, “વડવાઓ પ્રાકૃતિક ખેતી કરીને જ જીવન ગાળતા હતા. આજે અમે તે જ પરંપરાને અપનાવીને સફળતા મેળવી રહ્યા છીએ.”આ સફળતા પાછળ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અરવલ્લીનો મહત્વનો સહયોગ છે. બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. આનાથી અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધી રહ્યો છે અને ખાસ કરીને મહિલાઓ આ ક્ષેત્રે આગળ વધી રહી છે.રેવાબેન કોટવાલ જેવી અનેક મહિલાઓ પ્રાકૃતિક ખેતી અપનાવીને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બની રહી છે. આ ખેતી માત્ર રાસાયણિક ખાતરો અને કીટનાશકોના ખર્ચમાંથી મુક્તિ આપે છે, પરંતુ જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે અને સ્વસ્થ અન્નનું ઉત્પાદન કરે છે. આવી સફળતા ગાથાઓ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપી રહી છે અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Back to top button
error: Content is protected !!