
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ગુજરાત મહેસૂલ પંચ દ્વારા વર્ષ ૨૦૨૬નું કોર્ટ હીઅરીંગ શિડ્યુલ જાહેર*
ગુજરાત મહેસૂલ પંચ સમક્ષ ચાલતા કેસોમાં સ્થાનિક પક્ષકારો અને એડવોકેટશ્રીઓની સુવિધા જળવાઈ રહે એ માટે સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મહેસૂલી કેસોની ન્યાયિક કાર્યવાહી હવે સુરત ખાતે હાથ ધરવામાં આવશે.
ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના પડતર રિવીઝન, અપીલ અરજીઓ તેમજ પરચુરણ અરજીઓ કે જે મામલતદાર, કૃષિપંચ, નાયબ કલેક્ટર અથવા જિલ્લા કલેક્ટરના ચુકાદાઓ સામે દાખલ થયા હોય તેવા કેસોની સુનાવણી ૨૦૨૬ના ચાલુ વર્ષ દરમિયાન દર માસના અંતિમ ગુરુવાર અને શુક્રવારના રોજ સુરત ખાતે યોજાશે. સુનાવણીની તારીખનું સમગ્ર શિડયુલ જોઈએ તો, જાન્યુઆરી માસમાં તા.૨૯ અને તા.૩૦, ફેબ્રુઆરી માસમાં તા.૨૬ અને ૨૭, માર્ચમાં તા.૨૭ (શુક્રવારે એક દિવસ માટે), એપ્રિલમાં તા.૨૩ અને ૨૪, જુન મહિનામાં તા.૧૮ અને તા.૧૯, જુલાઈ મહિનામાં તા.૩૦ અને તા.૩૧, ઓગષ્ટ માસમાં તા. ૨૦ અને ૨૧, સપ્ટેમ્બર માસમાં તા.૨૪ અને ૨૫, ઓક્ટોબર માસમાં તા.૨૯ અને ૩૦, નવેમ્બરમાં તા.૨૬ અને ૨૭ તથા ડીસેમ્બર માસમાં તા.૧૭ અને ૧૮ ના રોજ નિયોજિત કરવામાં આવી હોવાનું ગુજરાત મહેસૂલ પંચના અધ્યક્ષ એ.આઈ. રાવલની યાદીમાં જણાવાયું છે.





