GUJARATMODASA

મેઘરજ તાલુકાના સુપ્રસિદ્ધ કંટાળું હનુમાનજી મંદિરે તેમજ માલપુરના સંકટ મોચક હનુમાન મંદિરે તેમજ નાદીસણ ગામે રોકડિય હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજ તાલુકાના સુપ્રસિદ્ધ કંટાળું હનુમાનજી મંદિરે તેમજ માલપુરના સંકટ મોચક હનુમાન મંદિરે તેમજ નાદીસણ ગામે રોકડિય હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી

સ્વયંભુ કંટાળું હનુમાનજી દાદા એટલે ભક્તો માટે આસ્થાનું પ્રતીક અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલું અંતરિયાળ વિસ્તારમાં આવેલા સુંપ્રસિદ્ધ કંટાળું હનુમાનજી દાદાના મંદિરે આજરોજ દર વર્ષની જેમ હનુમાન જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો,આ પ્રસંગે આજુબાજુ તેમજ દૂર વિસ્તારના દર્શનાર્થીઓની વહેલી સવારથી ભારે સંખ્યામાં ભીડ જામી હતી..આ પ્રસંગે દાદાને વિશાર વાંધો પહેરાવવામાં આવ્યો હતો

બીજી બાજુ માલપુર ના રીંછવાડ ગામે આવેલ સ્વયંભૂ સંકટ મોચક હનુમાન મંદિરે પણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંદિરમાં મારૂતિ યજ્ઞ સહીત મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી થી ભક્તોની ભીડ દર્શન માટે જામી હતી અરવલ્લી જિલ્લામાં આવેલ વિવિધ હનુમાનજી મંદિર ખાતે પણ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ હતી

મોડાસા તાલુકાના નાદીસણ ગામે પણ રોકડિયા હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતિની સાથે મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી નાદીસણ ખાતે આવેલ રોકડિયા હનુમાન મંદિરma મૂર્તિ આવેલી છે જે આકર્ષણનું કેન્દ્ર છે સમગ્ર કાર્યક્રમની અંદર અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બરવાલ ઉપસ્થિતિ રહ્યા હતા હનુમાન દાદાના દર્શન કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી મંદિરના આયોજકો દ્વારા પોલીસવડાનું ફુલહાર તથા સાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું હનુમાન દાદા ના મંદિરે પ્રથમ પાટોત્સવમાં યજ્ઞ આરતી મહાપ્રસાદ તથા રાત્રે લોકડાયરાનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં મંદિર ખાતે આસપાસ ના ગામોથી ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હનુમાન દાદા ના દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી

Back to top button
error: Content is protected !!