Rajkot: વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી રાજકોટ અને મોરબી વિભાગની સમીક્ષા બેઠક

તા.૧૮/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વન વિભાગ અંગેની ધારાસભ્યોની રજૂઆત તથા પેન્ડીંગ દરખાસ્તો અંગે ત્વરિત કાર્યવાહી કરવા મંત્રીશ્રીની સૂચના
Rajkot: વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં રાજકોટ તથા મોરબી જિલ્લાની વન વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
મંત્રી શ્રી પ્રવીણભાઈએ ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળોના 500 મીટરના વિસ્તારમાં વાંસનો વાવેતર કરવાની રાજ્યસરકારની યોજના છે, તથા રોડ રી-સરફેસની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગની મંજૂરીની જરૂર નથી.
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા તથા શ્રી દર્શિતાબેન શાહે સામાજીક વનીકરણના હેતુસર રાજ્ય સરકાર પાસે માંગણી કરેલ જમીનોની ફાળવણી અંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ સમક્ષ રજૂઆત કરી હતી. જે અંગે ત્વરિત કાર્યવાહી કરવા મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ હેઠળ સામાજિક વનીકરણ માટે આવેલ જમીન માટેની ૩૦ દરખાસ્ત અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વર્કિંગ પરમિશન, પેન્ડેન્સી, સૈદ્ધાંતિક મંજૂરી, કાગવડ ખાતેના શક્તિ વનની જાળવણી, પીપળીયા ભરૂડીના ગ્રામ્ય માર્ગના વાઇડનીંગ, માધાપર ચોકડી પાસેના બસ સ્ટેન્ડ, એઈમ્સ ખાતેની સરકારી જમીન વગેરે કાર્યવાહી અંગે આ બેઠકમાં બરાબર કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં કલેકટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, સી.એફ.શ્રી સેન્થિલકુમાર, ડી.સી.એફ. શ્રી યુવરાજસિંહ ઝાલા અને શ્રી સુનિલ બેરવાલ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી કેતન ખપેડ, કાર્યપાલક ઈજનેર શ્રી એસ. આર. પટેલ, એ.સી.એફ.શ્રી કોટડીયા, ઉપરાંત જેટકો, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પાણી પુરવઠા, gsrtc, જી.આઇ.ડી.સી. વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





