AMRELIGUJARATRAJULA

ઓછા વજનવાળા બાળકને નવજીવન આપવી કાશીબા હોસ્પિટલ

કાશીબા હોસ્પિટલ ની પ્રશંશનીય કામગીરી

ઓછા વજનવાળા બાળકને નવું જીવન આપતી રાજુલાની કાશીબા હોસ્પિટલ ની ટીમ

સમગ્ર વિશ્વમાં ડોક્ટરને દરેક લોકો એક ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યારે કોઈપણ માણસ હોસ્પિટલમાં હોય છે ત્યારે ફક્ત ઈશ્વર અને ડોક્ટર બે ઉપર જ માણસ શ્રદ્ધા રાખે છે આવી જ વાત છે રાજુલા શહેરની કાશીબા હોસ્પિટલ ની આ કાશીબા હોસ્પિટલમાં થોડા સમય પહેલા એટલે કે તારીખ 06.02.2024 નાં રોજ કથીવદર ગામના રહેવાસી લાભુભાઈ વાઘને ત્યાં બેબી નો જન્મ થયો એમનો જન્મ મહુવા ખાતે થયેલો આ બેબીનો જન્મ થતાં આ બેબી નું વજન ફક્ત 440 ગ્રામ જેટલું જ હતું અને આ બાળકીને બચાવવા માટે ખૂબ જ લાંબી સારવારની જરૂર હોય ત્યારે આ બાળક ને મહુવા થી રાજુલા કાશીબા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યુ અને આ બાળકની સારવાર કાશીબા હોસ્પિટલમાં સરકારી યોજના નીચે પી.એમ.જે .એ.વાય યોજનામાં આ બાળકની સારવાર આ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા શરૂ કરવામાં આવી આ બાળકને મહુવા ખાતે ફક્ત બે દિવસ જ રાખવામાં આવેલ અને ત્યારબાદ તારીખ 06.02.2024 નાં રોજ રાજુલા કાશીબા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલ સતત બે માસ અને બાર દિવસના સમયગાળામાં આ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમ તેમજ સ્ટાફની ભારે જહેમત બાદ આ બાળકને આજે બે માસ અને બાર દિવસ બાદ બાળક અને બાળકની માતા બંને સ્વસ્થ હોય ત્યારે તેમને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી અને રજા આપતા સમયે આ બાળકનું વજન એક કિલો ઉપર હોવાનું ડોક્ટરની ટીમ દ્વારા જણાવવામાં આવેલ ત્યારે રાજુલાની આ હોસ્પિટલમાં મોટા શહેરોમાં જેટલી સુવિધા મળે છે એટલી જ સુવિધાઓ મળતી હોય અને સાથે સાથે સરકારી યોજનાનો પણ લાભો આ વિસ્તારના લોકોને મળતો હોય ત્યારે લાભુભાઈ વાઘ એ જણાવેલ કે અમે આ સરકારની યોજના તેમજ આ ડોક્ટરની ટીમના આભારી છીએ કે અમને અહીંયા આ સુવિધા મળી છે સતત દેખરેખ હેઠળ ડોક્ટરની ટીમ જેમાં ડોક્ટર દિનેશભાઈ કળસરિયા ડોક્ટર રાકેશભાઈ છોટાળા ડોક્ટર વૈશાલીબેન કાતરીયા
ડોક્ટર અક્ષયભાઇ મોરી ડોક્ટર શત્રુગણ બાંભણિયા તેમજ સ્ટાફ દ્વારા આ બાળકી માટે ભારે જહેમત ઉઠાવેલ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!