
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : મોડાસામાં ઘરફોડ ચોરી કરનાર તથા વાહન ચોરી તેમજ અમદાવાદ ખાતે લુંટ વીથ ડોક્ટરના મર્ડરના કેસમાં ૧૪ વર્ષની સજા ભોગવી ચુકેલ રીઢા ગુન્હેગારને અરવલ્લી SOG એ ઝડપી પાડ્યો
ઘરફોડ ચોરી તથા વાહન ચોરી તેમજ અગાઉ લુંટ વીથ મર્ડરના કેસમાં ૧૪ વર્ષની સજા ભોગવી ચુકેલ રીઢા ગુન્હેગારને ઝડપી લેતી અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડ્યો
ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. અરવલ્લી-મોડાસા નાઓ એસ.ઓ.જી. ટીમ સાથે તા.૨૦/૧૧/૨૦૨૫ નારોજ SOG ટીમના કર્મચારીઓ સાથે નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન પરોઢના સમયે મોડાસા કોલેજ નજીકથી માણસોનુ ટોળુ એકઠુ થયેલ હોઇ ટોળા પાસે જતા એક ઇસમ શકમંદ હાલતમાં થેલા સાથે મળી આવેલ જેને એસ.ઓ.જી. ઓફિસ ખાતે લાવી પુછપરછ કરતાં પોતાનુ નામ રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ સ/ઓ ગુરમીતસીંગ જાતે સુર (સરદાર) ઉ.વ.૪૦ રહે.૩૦૧, આશીર્વાદ એનવ્યુ હરીદર્શન ક્રોસ રોડ, નરોડા અમદાવાદ નો જણાવેલ અને તેના થેલામાં તપાસ કરતાં બેંગમાં લોખંડના બે ગણેશીયા (સળીયા) તથા વાદળી કલરના હાથાવાળુ અણીદાર ટુલ તથા પક્કડ મળી આવેલ જેનો ઉપયોગ ચોરી કરવા સારૂ દરવાજા તથા તીજોરી વિગેરે તોડવા સારુ કરતા તેમજ કાળા કલરનું લંબચોરસ કપડુ તથા બે કાળા કલરના બુકાની કપડાં તથા એક વાદળી કલરનુ બુકાની કપડુ મળી આવેલ જેનો ઉપયોગ ચોરી દરમ્યાન સી.સી. ટી.વી. કેમેરાથી બચવા અને ઓળખ છુપાવવા સારૂ કરતા હતો તે સિવાય તેની પાસેથી બીસ્કીટ તથા પાણીની બોટલ પણ રાત્રીના સમયે ભુખ લાગે તે સારુ રાખતા હતા તેમજ તેની પાસેથી રોકડ રૂપિયા-૫૬૦/- તથા નાજ ઝવેલર્સ મોડાસાની લાલ, પીળી, સફેદ કલરની થેલીઓ તથા પટેલ ઝવેલર્સની મરૂણ કલરની ચેઇનવાળી થેલી મળેલ જેમાં પીળી ધાતુની ડીઝાઇનવાળી બંગડીઓ નંગ- ૪ તેમજ એક પીળી ધાતુની નથણી નંગ- ૧ તથા અનય ખાલી બોક્ષો વિગેરે મળેલ જેથી તેની યુક્તિ પ્રયુક્તિથી ઉંડાણપુર્ક જીણવટભરી રીતે વધુ પુછપરછ કરતાં રાત્રીના સમયે પોતાના સાગરીત શશપાલ સ/ઓ તારાસીંગ જાતે કલાની (સરદાર) રહે.થાણે મુંબઇ નાઓ બંને જણાઓએ તા.૨૦/૧૧/૨૦૨૫ ના રાત્રીના સમયે મોડાસા ખાતે પહાડપુર રોડ ઉપર અલહયાત સોસાયટીમાં ફરીયાદી યાસીનખાન અબ્દુલસમદ પઠાણ નાઓના ઘરે ઘરફોડ ચોરી કરેલ હતી તેમજ હોન્ડા કંપનીનુ મોટર સાઇકલ નંબર- GJ12EK9533 નુ મળી આવેલ જે તા.૧૮/૧૧/૨૦૨૫ નારોજ ગાંધીનગર સેક્ટર- ૨૮ ખાતેથી ચોરી કરેલ છે. જે બાબતે ગાંધીનગર સેક્ટર- ૨૧ પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ થયેલ છે. અને ચોરી કરવા જવા આવવા સારૂ પોતાની ઇઓન ગાડી નંબર-GJO1FT3479 નો ઉપયોગ કરતા અને ગાડીને જ્યાં ચોરી કરવાની હોય તેનાથી થોડે દુર સંતાડીને ચોરી કરવા સારૂ જતા હતા. તે તમામ ચીજવસ્તુ તથા મોટર સાઇકલ તથા ઇઓન ગાડી તેમજ મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ. ૨૦૦૦૪૫/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવેલ છે.
તેમજ આરોપી રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનું સ/ઓ ગુરમીતસીંગ સુર (સરદાર) નાએ સને-૨૦૦૯ ની સાલમાં અમદાવાદ ખાતે શીવરંજની વિસ્તારમાં ડોક્ટરની લુંટ કરવાનો પ્રયાસ કરેલ જેમાં ડોક્ટરનુ મર્ડર કરી નાખેલ જે ગુન્હામાં ૧૪ વર્ષની સજા થયેલી હતી.જેમાં સાબરમતી જેલ અમદાવાદ ખાતે હતો. અને સજા પુરી કર્યા પછી પણ અમદાવાદના ઘાટલોડીયા, ચાંદખેડા, રાણીપ, સાબરમતી, ગાંધીનગર વિગેરે જગ્યાએ ધરફોડ તથા વાહન ચોરીઓ કરેલી છે. અને તેને પાસા પણ થયેલ જેમાં પાલારા જેલ ભુજ ખાતે હતો. આમ રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રીઢો ગુનેગાર અને લુટ તેમજ ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળો છે. સદરીને વધુ કાર્યવાહી સારૂ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
> પકડેલ ઇસમ
રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ સ/ઓ ગુરમીતસીંગ જાતે સુર (સરદાર) ઉ.વ.૪૦ રહે.૩૦૧, આશીર્વાદ એનવ્યુ હરીદર્શન ક્રોસ રોડ, નરોડા અમદાવાદ





