બોડેલી શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ખુલ્લા ભુવાઓ વાહનચાલકો જોખમી સાબિત થઈ રહ્યા છે. રસ્તાઓ પર યોગ્ય રીતે ઢાંકણ ન હોવાના કારણે અનેક વાહનો ભુવામાં ઉતરી જવાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં વાહનચાલકોને ઇજા થવાની સાથે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. તંત્રની બેદરકારીને કારણે આ સમસ્યા ગંભીર બની છે, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. ખાસ કરીને રાત્રિના સમયે તથા વરસાદ દરમિયાન ખુલ્લા ભુવાઓ નજરે ન પડતા અકસ્માતનો ભય વધી જાય છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા યથાવત રહેતા નગરજનોમાં રોષ ફેલાયો છે. બોડેલીના રસ્તાઓ પર ખુલ્લા ભુવાઓ વાહનચાલકો માટે સંકટ બની ગયા છે અને કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.