BHARUCHGUJARAT

જંબુસરમાં ટ્રકોમાંથી ઢોળાતા મીઠાના‎કારણે વાહનો સ્લિપ થવાનો ખતરો‎

સમીર પટેલ, ભરૂચ

સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ

ભરૂચ જિલ્લામાં ઓવરલોડ રેતી અને ખનીજ બાદ મીઠાનો પ્રશ્ન ઉદભવ્યો છે. જંબુસરના દરિયા કિનારે આવેલાં અગરોમાંથી નીકળતી ઓવરલોડ ટ્રકોમાંથી રોડ પર ઢોળાતાં મીઠાના કારણે સ્થાનિકો પરેશાન થઇ ગયાં છે. મીઠાના લીધે રસ્તો ચીકણો બની જતાં બાઇક અને મોપેડ ચાલક સ્લીપ ખાઇ રહયાં છે. આ ઉપરાંત રોડની આસપાસ આવેલાં મકાનોના પતરા તથા જાળીઓને પણ નુકસાન થઇ રહયું હોવાની ફરિયાદ ઉઠી છે.
જંબુસર તાલુકાના દરિયા કિનારા ગામો દેવલા, નાડા, ઇસ્લામપુર, ટંકારી અને ડોલિયામાં આશરે 45 થી વધુ મીઠાના અગરો આવેલા છે અને ત્યાં મીઠું પકવીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવે છે. આ અગરોમાંથી રોજની 100થી વધારે ટ્રકોની અવરજવર રહેતી હોય છે. આ ટ્રકોમાં ઓવરલોડ મીઠુ ભરવામાં આવતું હોવાથી વહન દરમિયાન ટ્રકોમાંથી મીઠુ ઢોળાઇ છે. જંબુસરના મુખ્યમાર્ગ પર જ મીઠાની ચાદર જોવા મળી રહી છે. હાલ શિયાળો ચાલી રહયો હોવાથી તેના પર ઝાકળ પડવાથી મીઠુ ચીકણું બની જાય છે અને નાના વાહનચાલકો સ્લીપ ખાઇ રહયાં છે. અત્યાર સુધીમાં અનેક વાહનચાલકો ઇજાગ્રસ્ત થઇ ચુકયાં છે.
મીઠાની રજકણો ઉડતા મકાનમાં લોખંડની જાળીઓ તેમજ પતરાને ખવાઈ જવાથી અને આરોગ્યને પણ મોટું નુકસાન થઇ રહયું છે. મીઠાની ઓવરલોડ ટ્રકો બંધ કરાવવા મામલે રોડની આસપાસ આવેલી સોસાયટીઓના રહીશો તથા વેપારીઓ વારંવાર રજૂઆત કરી ચુકયાં છે પણ તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરાઇ નથી. તંત્રની આળસનું પરિણામ સ્થાનિકો ભોગવી રહયાં છે. બુધવારના રોજ એક ટ્રકમાંથી જંબુસરથી કલક સુધીના રોડ પર મીઠુ ઢોળાયું હતું જેના લીધે વાહનચાલકોને હાલાકી ભોગવી હતી. જંબુસરમાં મુખ્યમાર્ગ પર ટ્રકોમાંથી પડતા મીઠાના લીધે લોકો પરેશાન થઇ ગયાં છે.
ભરૂચના જંબુસર દરિયા ખાતે મીઠાના અગર આવેલા છે, જેના કારણે રોજ મોટી સંખ્યામાં મીઠું ભરેલા ડમ્પર પસાર થાય છે. નિયમ મુજબ તાડપત્રી થી મીઠાના ને ઢાંકવામાં આવતું નથી. જેના કારણે મીઠું નીચે પડે છે. તેથી આ અસ્તાઓ પર અકસ્માતની ઘટના બને છે.

Back to top button
error: Content is protected !!