GUJARATKHERGAMNAVSARI

ખેરગામ પોમાપાળમાં આર.ઓ. વોટર પ્લાન્ટ રહસ્ય: કામ થયું કાગળ પર, જમીન પર નહીં?

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ તાલુકાના પોમાપાળ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે 15મા નાણાંપંચ અંતર્ગત વર્ષ 2020–21માં આર.ઓ. વોટર પ્લાન્ટનું કામ મંજૂર કરાયું હતું. નોંધનીય છે કે આ કામ વર્ષ 2022–23માં પૂર્ણ થયાનું દર્શાવવામાં આવ્યું છે તેમજ અંદાજે ₹1 લાખની ગ્રાન્ટ પણ મંજૂર અને તાજેતરમાં ચૂકવાઈ હોવાનું જાણવા મળે છે.પરંતુ હકીકત એ છે કે સ્થળ પર આર.ઓ. વોટર પ્લાન્ટ અસ્તિત્વમાં જોવા મળતો નથી. જેના કારણે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે—ગામ માટે ફાળવાયેલ આર.ઓ. પ્લાન્ટ ક્યાં ગયો? શું કામ માત્ર કાગળ પર જ પૂરું બતાવવામાં આવ્યું છે? કે પછી જાહેર નાણાંના દુરુપયોગનો મામલો છે? આ મુદ્દો હાલમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, કામની વાસ્તવિક સ્થિતિ જાહેર કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર બહાર આવે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી જાહેર નાણાંના દુરુપયોગ પર રોક લાગી શકે અને ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળવાનો હક પ્રાપ્ત થઈ શકે.

Back to top button
error: Content is protected !!