સંતરામપુર તાલુકામાં માર્ગ સમારકામ ની કામગીરી હાથ ધરાઈ..

સંતરામપુર તાલુકામાં માર્ગ સમારકામ ની કામગીરી હાથ ધરાઈ..
અમીન કોઠારી મહીસાગર…
મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પડેલા કમોસમી વરસાદને કારણે અનેક રસ્તાઓનુ ધોવાણ થતા નુકસાન થયું હતું, ને રસતા ઓપર નાના મોટા ખાડાઓ પડેલ જેના પરિણામે વાહન વ્યવહારમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને, જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગે (પંચાયત) દ્વારા તાત્કાલિક ધોરણે રોડ રીપેરીગ ની કામગીરી હાથ ધરવાની કામગીરી શરુ કરાયૈલ. સંતરામપુર તાલુકાના રોડના રિપેરિંગ ની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે, જેથી નાગરિકોને ઝડપથી રાહત મળી શકે. આ પહેલથી સ્થાનિકોની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે.
આ માર્ગ સમારકામનું કાર્ય તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવ્યું છે.
સંતરામપુર તાલુકાના ચિતાઓડા ફળિયાથી ડુંગર ફળિયા સુધીના માર્ગના સમારકામને સફળતાપૂર્વક સમારકામ કરવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગના સમારકામને અગ્રતા આપવાના નિર્ણયથી હવે આ વિસ્તારમાં અવરજવર માટે સલામતી અને સુગમતામાં નોંધપાત્ર વધારો થશે.
માર્ગ અને મકાન વિભાગ આગામી સમયમાં બાકીના ભાગોનું સમારકામ પણ ઝડપથી પૂર્ણ કરવા કટિબદ્ધ છે.




