GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર કરાઇ રહેલું માર્ગ સમારકામ

તા.૮/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસની ધોરી નસ સમાન અને રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો આપ્યા છે.
જેને પગલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (N.H.A.I.) દ્વારા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બામણબોરથી આશરે સાત કિલોમીટર દૂર આવેલા ઓવરબ્રિજ પર મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કામગીરીનો હેતુ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, વાહનવ્યવહારને સુચારુ અને અવરોધમુક્ત રાખવાનો તથા ભવિષ્યમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવાનો છે.




