GODHARAGUJARATPANCHMAHAL
પંચમહાલ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ રસ્તાઓના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જે અનુસાર જિલ્લામાં આવેલા બારીઆ-રાજગઢ-રણજીતનગર રોડ, પલ્લા-પઢોરા-બાકરોલ રોડ, બોડેલી-હાલોલ-ગોધરા રોડ , સીમલીયા-માલુ-કટુ-વસકોટ રોડ, ઊંચાબેડા-ઘોઘંબા રોડ અને વેજલપુર-સુરેલી-રાજગઢ રોડ ઉપર માર્ગ રીપેરીંગ/પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ જિલ્લામાંથી પસાર થતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ રસ્તાઓના મરામતની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.






