
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડિસેમ્બર અંત સુધી રોડ રીસર્ફેસિંગ અને ડેવલપમેન્ટ કામગીરીમાં ૨૫૦ થી વધારે રોડ રીસરફેસિંગ નો લક્ષ્યાંક લેવાયો…
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડોમાં આધુનિક, સુરક્ષિત અને ટકાઉ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 2025–26 દરમ્યાન વિશાલ રીસર્ફેસિંગ અને નવા રસ્તાઓના વિકાસનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ યોજનાને કાર્યાન્વિત કરવા માટે એજન્સીઓ દ્વારા વોર્ડ 1 થી 13 વોર્ડ સુધી ધરાગીરી, અર્ડી રોડ, દાંતેજ, છપરા રોડ, હંસાપોર અને એરુ જેવા વિસ્તારોમાં કુલ ૨૫૦ થી વધારે રસ્તાઓ પર કામ હાથ ધરાયું છે, આ માર્ગોની 100 કિ.મી.થી વધારે લંબાઈ છે.
પ્રોજેક્ટ અંતર્ગત DBM અને SDBC મટીરીયલના કુલ 9000 MT થી વધારે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી મહાનગરપાલિકાએ અત્યાર સુધી મોટી માત્રામાં કામગીરી પૂર્ણ કરી છે. પ્રગતિ મુજબ આજ ની સ્થિતિએ 30 થી વધારે રસ્તા બની ગયા છે અને 20000 mt જાથા નો પણ વપરાશ થયું છે બાકી ના રસ્તાઓનું રીસર્ફેસિંગ / ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટની દરેક સ્ટેજનું ટેક્નિકલ સુપરવિઝન, ગુણવત્તા ચકાસણી અને ગ્રાઉન્ડ મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યું છે જેથી ઉચ્ચ ગુણવત્તાના રસ્તાઓ નાગરિકોને પ્રાપ્ત થાય. મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર,સિટી એન્જિનર દ્વારા રૂબરૂ ફિલ્ડ વિઝિટ કરવામાં આવી રહી છે .






