GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા આઈ.ટી.આઈ. ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો: વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને સેફ્ટી ગાર્ડ અંગે માર્ગદર્શન અપાયું.

લુણાવાડા આઈ.ટી.આઈ. ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો: વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને સેફ્ટી ગાર્ડ અંગે માર્ગદર્શન અપાયું.
***

અમીન કોઠારી, મહીસાગર

માર્ગ સલામતી માસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે એઆરટીઓ (ARTO) લુણાવાડા અને મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. લુણાવાડા ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંગેની ફિલ્મ પ્રોજેક્ટર પર બતાવી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ અકસ્માતો નિવારવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા માર્ગ સલામતીના પાયાના નિયમો સમજાવી શિસ્તબદ્ધ ડ્રાઈવિંગનો આગ્રહ રાખવા અપીલ કરવામાં આવી હતી.

વધુમાં, આ કાર્યક્રમ અંતર્ગત ‘રાહવીર’ અને ‘હિટ એન્ડ રન’ જેવી સરકારી સહાય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પતંગના દોરાથી થતા જીવલેણ અકસ્માતો રોકવા માટે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ પણ લગાડવામાં આવ્યા હતા. વાહન ચાલકોની સુરક્ષા માટે લેવાયેલા આ પગલાંનો હેતુ તહેવાર દરમિયાન જાનહાનિ ટાળવાનો અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!