
પ્રતિનિધિ:સેવાલિયા
તસ્વીર:કુંજન પાટણવાડીયા
સેવાલિયામાં સોસાયટીના રસ્તેથી – ટ્રક લઈ જવા અંગે છેલ્લા ત્રણ – દિવસથી તકરાર ચાલી રહી હતી. જે બાદ મંગળવાર રાતે તલાવર અને ધારીયા સાથે ધસી આવેલા ટોળાએ બે વ્યક્તિઓ પર હિચકારો હુમલો કર્યો હતો. આ દરમિયાન એક ઈસમે રિવોલ્વરથી હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે ગુનો નોધી – ફાયરિંગ કરનાર ઇસમની અટકાયત -કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જિલ્લા જેલ મોકલી આપવા હુકમ કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સેવાલિયામાં આવેલી કે. જી. એન સોસાયટી અને પાછળ બનતી નવી સોસાયટીમાં સિમેન્ટ ભરેલી ટૂક લઈ જવા બાબતે તકરાર ચાલતી હતી. જે બાદ મંગળવાર રાતે 21 ઇસમો તલાવર અને ધારીયા સાથે ધસી બે વ્યક્તિઓને મારમારી ઘાયલ કર્યો હતો. ત્યારે આ ઈસમો પૈકી શકીલ વ્હોરાએ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ -પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા .આ બનાવ અંગે સેવાલિયા પોલીસે બિલ્ડર સહિત ૨૧ ઈસમો સામે ફરિયાદ નોંધી હતી. ત્યારે સેવાલિયા પોલીસે ફાયરિંગ કરનાર શકીલ ઉસ્માનગની વ્હોરાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે કોર્ટે રિમાન્ડ મંજૂર ન કરી શકીલને જિલ્લા જેલ મોકલી આપવા હુકમ કર્યો છે. ત્યારે પોલીસે શકીલ પાસેથી રિવોલ્વર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અન્ય ઇસમોને ઝડપી પાડવા તરફ ચક્રો ગતિમાન કર્યા છે.







