NSS અંતર્ગત બી. એડ. કોલેજ અલિયાબાડામાં યોજાયો માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ
14 જાન્યુઆરી 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિ ઉજવી રહી છે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૫ . આ કાર્યક્રમ અંતર્ગત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયમાં NSS યુનિટ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમના ભાગ રૂપે RTO Inpector શુભમભાઇ રૂપાણી અને વનરાજભાઈ વેગડા દ્વારા ભાવિ શિક્ષકોને માર્ગ સલામતી માટે ગુરુમંત્રની વાતો, PPT વડે વિડિઓ દર્શાવી સુરક્ષા માટે મહત્વપૂર્ણ બાબતોની સમજૂતી આપવામાં આવી તેમજ તાલીમાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ ક્રમાંક બારૈયા ભૂમિબેન, દ્વિતીય ક્રમાંક વીરમગામા પ્રિયંકાબેન અને તૃતીય ક્રમાંક મકવાણા જાનવીબેને પ્રાપ્ત કર્યો. આ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSSના કોઓર્ડિનેટર ડો. જિજ્ઞેશભાઈ લિંબાચીયા દ્વારા સંસ્થાના આચાર્યશ્રી ડો. રૂપલબેન માંકડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.