GUJARATHALOLPANCHMAHAL

હાલોલ – પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ નું ટ્રાન્સપોર્ટેશન કરતી ટ્રાન્સપોર્ટ કંપનીઓમાં ટાસ્ક ફોર્સનો સપાટો,70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૬.૨૦૨૫

હાલોલ ઔધોગિક વિસ્તારમાં આવેલ પનોરામાં ચોકડી નજીક પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ નું ટ્રાન્સપોર્ટેશન કરતી ટ્રાન્સપોર્ટ કંપનીઓમાં ટાસ્ક ફોર્સ દ્વારા આજે શુક્રવારના રોજ છાપો મારતા અંદાજિત 57, ટન જેટલો જેની અંદાજિત કિંમત 70, લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસોમાં સીલ મારી દીધા હોવાનું જાણવા મળ્યું છે.આજરોજ બપોર બાદ હાલોલ નગર પાલિકના મુખ્ય અધિકારી તેમજ પોલીસ તેમજ પોલ્યુશન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધારી માલ પરિવહન કરતી ટ્રાન્સપોર્ટ ઓફિસોમાં છાપો મારતા કાર્યવાહી દરમિયાન ત્રણ ટ્રકોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો અંદાજિત 57, ટન જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો રૂપિયા 70 લાખનો જથ્થો ઝડપી પાડી કાયદેસર ની કર્યવાહી હાથધરતા આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.ટાસ્ક ફોર્સ દ્વારા ટ્રાન્સપોર્ટ ઓફિસોમાં છાપો મારવાની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા.કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત નો જથ્થો ટ્રકોમાં ભરાઈ રહ્યો હતો તે જથ્થાને પાછો ઉતારવી ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મૂકી ત્રણેવ ટ્રાન્સપોર્ટ ગોડાઉનને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!