મહીસાગર જિલ્લા નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રોડ સેફ્ટી કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા, અંડર એજ વાહન ડ્રાઇવર અંગેની ડ્રાઈવ ચાલવવા,રાહદારી ફૂટપાથ ની સાફ સફાઇ અને પાર્કિંગ અંગેના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ મિટિંગમાં લુણાવાડામાં પાર્કિંગ માટે સ્થળની રજૂઆત આર ટી ઓ અધિકારી દ્વારા અધિક નિવાસી કલેકટરને કરવામાં આવી હતી. ઉપરાંત હાજર રહેલ હાઇવે ઓથોરિટીના અધિકારી દ્વારા વધારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાની સ્થિતિ સુધારવા અને હર હંમેશ માટેના ઉપાય અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન, નિવાસી અધિક કલેક્ટરેમાર્ગ સલામતીના નિયમોના કડક પાલન પર ભાર મૂક્યો હતો અને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોના ભવિષ્યમાં લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે તો જન જાગૃતિના ઉદ્દેશ થી નામજોગ પ્રચાર પ્રસાર માધ્યમોમાં પણ આપવા સૂચન આપવામાં આવ્યુ હતું.