GUJARATSAYLA

બ્રહ્મપુરી ગામ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં. આઠ ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.63611114, 0.4234375);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;

આજુબાજુ ગામના રહીશો તેમજ મુસાફરો ચાલવામાં પરેશાન.ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી.બાળકોને સ્કૂલે જવામાં તકલીફ.સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં ખાડા રાજ જોવા મળે છે. જ્યારે સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામના બોર્ડ થી છેક ગામ સુધી જવાનો રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં મળ્યો છે. જેમાં આઠ ગામ થી વધારે જેવા કે વબ્રહ્મપુરી, સાપર, ધારાડુંગરી, સુરજ દેવળ, સિતાગઢ, ઈશ્વરીયા, થાનગઢ વગેરે ગામોને જોડતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળે છે. જ્યારે વાહન ચાલકો તેમજ આજુબાજુના ગામના રહીશોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. તેમજ બાળકોને શાળામાં જવામાં અને લોકોને દવાખાને લઈ જવામાં પણ ભારે તકલીફો પડી રહી છે. અને ભારે મસ મોટા ખાડાઓ પડવાથી અકસ્માત નો બનાવવા વધી રહ્યા છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે છતાં તંત્ર ને ધ્યાનમાં આવતું નથી. બ્રહ્મપુરી ગામના ઉપસરપંચ અજીતભાઈ પનારા, સ્થાનિક આગેવાન રામાભાઈ શેટાણીયા તેમજ આજુબાજુ ગામના રહીશો એકઠા થઈ આ રસ્તો વહેલી તકે પુણ્ય કરવા માંગણી કરી હતી તેમજ તમારો પ્રશ્ન મીડિયા દ્વારા સરકાર સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!