GUJARATSABARKANTHA
ધી શ્રદ્ધા મહિલા શરાફી સહકારી મંડળી ની સામાન્ય સભા કુ. કૌશલ્યા કુવરબા પરમાર ચેરમેનશ્રી ની અધ્યક્ષતા માં કચ્છી સમાજ વાડી હિંમતનગર ખાતે મળી હતી.
આજરોજ ધી શ્રદ્ધા મહિલા શરાફી સહકારી મંડળી ની સામાન્ય સભા કુ. કૌશલ્યા કુવરબા પરમાર ચેરમેનશ્રી ની અધ્યક્ષતા માં કચ્છી સમાજ વાડી હિંમતનગર ખાતે મળી હતી.જેમાં એજન્ડા મુજબ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જરૂરિયાત મંદ બહેનો આત્મનિર્ભર બને,અને સમાજમાં સ્વમાનભેર જીવન જીવી પરિવારને મદદરૂપ થાય તે હેતુ થી સ્થપાયેલ મંડળીનો બહેનો મહત્તમ લાભ લે તેવું ચેરમેંશ્રીએ તેમના વક્તવ્ય માં જણાવ્યું હતું આ સભામાં મંડળી ના તમામ ડિરેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.મંડળી ના સેક્રેટરી શ્રી, રમણભાઈ સુથાર તેમજ મહેશભાઈ શુકલ એ સાધારણ સભાને સફળ બનાવવા ખૂબ જહેમત ઊઠાવી હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ